તાજેતરમાં રોટરી ડિસ્ટ્રિક્ટ 3060 ની ડિસ્ટ્રિક્ટ કોન્ફરેંસ સુરત ઇન્ટરનેશનલ એક્સિબિશન અને ક્ધવેન્શન સેંટર સરસાણા ખાતે મળેલ જેમાં મેન્ટલી ચેલેન્જ બાળકો ની ડે સ્કૂલ, મેડિકલ સેન્ટર, ડિઝાસ્ટર મેનેજમેંટ સેન્ટર અને અખિલ ભારત ક્ષેત્ર એક હાથ ગુમાવી ચૂકેલ વ્યક્તિ ને 3000 થી વધુ વ્યક્તિ ને કૃત્રિમ હાથ બેસાડનાર 73 વર્ષ થી સતત વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃતિ કરતી રોટરી ક્લબ ઓફ જામનગર ને વિવિધ 17 એવાર્ડ મળ્યા હતાં.
ગ્રેટ શો મેન હિન્દી ફિલ્મ દિગ્દર્શક સુભાષ ઘાઈ ડિસ્ટ્રિક્ટ ગવર્નર સંતોષ પ્રધાન અને રોટરી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન ટ્રસ્ટી ડો.ગીતા માણેક, મહીલા સરપંચ ભક્તિ શર્મા ના હસ્તે એવાર્ડ ઓફ એક્સિલેન્સ પ્રોજેક્ટ એલએન -4 – શરદ શેઠ, બેસ્ટ આસીસ્ટન્ટ ગવર્નર – જિનલ ખીમસિયા, બેસ્ટ પેરફોર્મિંગ પ્રેસિડેંટ એવાર્ડ – લલિત જોશી, સર્ટિફિકેટ ઓફ ગ્રેટિટ્યુડ – હિતેશ ચંદરિયા, સર્ટિફિકેટ ઓફ ગ્રેટિટ્યુડ – નિમેશ રાજપૂત, એવાર્ડ ઓફ એક્સિલેન્સ – રોટરી ક્લબ જામનગર, બેસ્ટ સાઈટેશન એવાર્ડ બાય રોટરી ઇન્ટરનેશનલ વર્ષ 2020-21 – શરદ શેઠ અને કમલેશ રાઠોડ તથા ટેમ્પલ ઓફ હ્યુમાનિટી એવાર્ડ – રોટરી ક્લબ ઓફ જામનગર એલએન 4 પ્રોજેકટ માટે શરદ શેઠ ભરત અમલાણી સંજય ઉમરાણીયા કપીલ નાગોરી કૃણાલ શેઠ રાજેન ત્રિવેદીને વિશેષ એવાર્ડ પ્રાપ્તિ સાથે એવોર્ડ સેરેમોની માં વિક્રમ ગોજીયા હિતેશ ચંદરિયા લલીત જોશી દ્વારા રજૂ કરવામાં આવેલ નાટ્ય પ્રસ્તુતિની વિશેષ નોંધ સાથે રોટરી ક્લબ ઓફ જામનગરને વર્ષ 21-22 માટે પ્રેસિડેન્ટ લલિત જોશી અને સેક્રેટરી હિતેશ ચંદરિયાની આગેવાનીમાં વિવિધ 17 એવાર્ડ મળતા રોટરી ક્લબ ઓફ જામનગર ના પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર બિપિન વાધર, સલાહકાર સમિતિના મિલનભાઈ શાહ, ડો.રૂપેન દોઢિયાં કોન્ફરેંસ માં ઉપસ્થિત રોટેરિયન કમલેશ સાવલા, ભાવેશ શેઠ, દિલિપ ચંદરિયા, વિક્રમ ગોજિયા તથા સમગ્ર રોટરી પરિવારે અભિનંદન પાઠવી પાઠવ્યા હતાં.


