Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરપીજીવીસીએલ દ્વારા દ્વારકા જિલ્લામાંથી 17.93 લાખની વીજચોરી ઝડપાઇ

પીજીવીસીએલ દ્વારા દ્વારકા જિલ્લામાંથી 17.93 લાખની વીજચોરી ઝડપાઇ

સતત ત્રીજા દિવસે વીજ ચેકીંગ : બે દિવસ દરમિયાન જામનગર શહેરમાંથી 73 લાખથી વધુની વીજચોરી ઝડપાઇ : ત્રીજા દિવસે ભાટિયા, કલ્યાણપુર, દ્વારકા પંથકમાં સઘન વીજચેકીંગ

- Advertisement -

પીજીવીસીએલ દ્વારા જામનગર સહિત હાલાર પંથકમાં આજે સતત ત્રીજા દિવસે વીજચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. બે દિવસ જામનગર શહેરમાં વીજચેકીંગ દરમિયાન પોણા કરોડ જેટલી વીજચોરી ઝડપી લીધા બાદ આજે સતત ત્રીજા દિવસે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા, કલ્યાણપુર અને દ્વારકા સબ ડીવીઝન હેઠળના વિસ્તારોમાં 30 ટીમો દ્વારા સઘન વીજચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 73 જેટલા વીજજોડાણોમાં ગેરરીતિ મળી આવતા 17.93 લાખના વીજચોરીના બીલો ફટકારવામાં આવ્યાં હતાં.

- Advertisement -

જામનગર પીજીવીસીએલ દ્વારા સોમવારથી જામનગર શહેર-જિલ્લામાં વીજચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ દિવસે જામનગર શહેરમાંથી 80 વીજજોડાણોમાંથી 41.27 લાખ અને બીજા દિવસે 100 વીજજોડાણોમાંથી 32.55 લાખની વીજચોરી ઝડપી લીધી હતી. આમ બે દિવસ દરમિયાન જામનગર શહેરમાંથી કુલ 73 લાખ જેટલી વીજચોરી ઝડપાઈ હતી. જેમાં બીજે દિવસે 515 વીજજોડાણો ચેક કરાયા હતાં. જેમાં 100 વીજજોડાણોમાંથી ગેરરીતિ મળી આવતા 32.55 લાખના વીજચોરીના બિલો ફટકારવામાં આવ્યાં હતાં.

આજરોજ સતત ત્રીજા દિવસે પણ વીજચેકીંગની કાર્યવાહી અવિરત રહી હતી. આજે ત્રીજા દિવસે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા, કલ્યાણપુર તથા દ્વારકા સબ ડીવીઝન હેઠળના વિસ્તારોમાં પીજીવીસીએલની 30 ટીમો વીજચેકીંગ માટે ઉતરી હતી. જેમાં 14 એસઆરપી જવાન, 24 લોકલ પોલીસ સહિતનો કાફલો ચેકીંગ દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને માટે સાથે રાખવામાં આવ્યો હતો. ચેકિંગ ટીમ દ્વારા બામનાશા, બાટાડિયા, ગાગા, કુરંગા, ઓખામઢી, ગઢકા, પટેલકા, ગોકુલપર, કેનેડી, હડમતિયા, ભાટવડિયા સહિતના વિસ્તારોમાં સઘન વીજચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કુલ 418 વીજજોડાણો ચેક કરવામાં આવ્યાં હતાં જે પૈકી 73 વીજ જોડાણોમાં ગેરરીતિ મળી આવી હતી.

- Advertisement -

જેઓને રૂા.17.93 લાખના વીજ ચોરીના બીલો ફટકારવામાં આવ્યાં હતાં. પીજીવીસીએલ દ્વારા સતત ત્રણ દિવસથી વીજ ચોરી અંગે સઘન ચેકીંગ હાથ ધરવામાં આવતા વીજચોરી કરનારા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular