Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયકર્ણાટકમાં ભાજપ ઉમેદવારની સંપત્તિ અધધધ...1609 કરોડ

કર્ણાટકમાં ભાજપ ઉમેદવારની સંપત્તિ અધધધ…1609 કરોડ

- Advertisement -

10 મેના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. તે જ સમયે, દેશના સૌથી ધનિક નેતાઓમાંના એક ગણાતા કર્ણાટકના મંત્રી એન નાગરાજુએ પણ નોમિનેશન ફાઇલ કરતી વખતે 1,609 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. તેમણે સોમવારે બેંગલુરૂની બહાર હોસ્કોટે વિધાનસભા મતવિસ્તારમાંથી સત્તાધારી ભાજપના ઉમેદવાર તરીકે તેમના કાગળો દાખલ કર્યા. પોતાના ચૂંટણી એફિડેવિટમાં નાગરાજુએ પોતાના વ્યવસાયનો ખેડૂત અને વેપારી તરીકે ઉલ્લેખ કર્યો છે. તેમની પત્ની એમ શાંતાકુમારી ગૃહિણી છે. નાગરાજુ પાસે 536 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે. જયારે 1,073 કરોડની સ્થિર સંપત્તિ છે. નાગરાજુ, હાલમાં એમએલસી છે, તેમણે વિધાન પરિષદની ચૂંટણી લડતી વખતે જૂન 2020 માં તેમની પત્ની સાથે લગભગ 1,220 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી. સોમવારે નોમિનેશન સાથે ફાઈલ કરવામાં આવેલ એફિડેવિટમાં તેણે 98.36 કરોડ રૂપિયાની જવાબદારી જાહેર કરી છે. 72 વર્ષીય નાગરાજુએ ધોરણ 9 સુધી અભ્યાસ કર્યો છે. તેણે પોતાની આવકનોસ્ત્રોત ખેતી, ઘરેલું મિલકત, ધંધો આપ્યો છે. નાગરાજુએ હોસ્કોટ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર 2018ના વિધાનસભા ચૂંટણી જીતી હતી. પરંતુ બાદમાં તેમણે કોંગ્રેસનો ‘હાથ’ છોડી દીધો હતો. નાગરાજુ એ 17 ધારાસભ્યોમાં સામેલ હતા જેમના રાજીનામાને કારણે 2019માં કોંગ્રેસ-જેડી ગઠબંધન સરકાર પડી ગઈ હતી. ત્યાર પછીની પેટાચૂંટણીમાં, તેઓ હોસ્કોટેથી અપક્ષ ઉમેદવાર શરથ બચેગૌડા દ્વારા હરાવ્યા હતા, શરથ પછીથી કોંગ્રેસમાં જોડાયા હતા. આ સાથે જ આ વિધાનસભા ચૂંટણીમાં ફરી એકવાર તેઓ સામસામે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular