Thursday, January 16, 2025
Homeરાષ્ટ્રીયમે ના જીએસટી કલેકશનમાં 16 ટકાનો ઘટાડો

મે ના જીએસટી કલેકશનમાં 16 ટકાનો ઘટાડો

- Advertisement -

એપ્રિલમાં રેકોર્ડબ્રેક જીએસટી કલેકશન નોંધાયાબાદ મે મહિનામાં જીએસટી કલેકશનમાં 16 ટકાનો ઘટાડો નોંધાયો છે. મે ના જાહેર થયેલા આંકડા અનુસાર જીએસટી કલેકશન 1.41 લાખ કરોડ નોંધાયું છે. હજુ ગઇકાલે જ દેશના જીડીપીના આંકડા જાહેર થયા હતાં. જેમાં ગત વર્ષની સરખામણીએ ઘણો સુધારો જોવા મળ્યો હતો.

- Advertisement -

નાણા મંત્રાલયે મંગળવારે જાહેર કરેલા આંકડામાં માહિતી આપી કે મે 2021ની સરખામણીએ આ વર્ષે મે મહિનામાં GST કલેક્શનમાં 44 ટકાનો વધારો થયો છે. મે મહિનામાં કલેક્શન હંમેશા એપ્રિલ મહિના કરતાં ઓછું નોંધાયું છે. એપ્રિલ મહિનો નાણાકીય વર્ષની શરૂઆત દર્શાવે છે અને મે મહિના માટેનું કલેક્શન એપ્રિલ મહિનાના રિટર્ન સાથે જોડાયેલું છે,” નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું.

મે મહિનાના કુલ GST કલેક્શનમાંથી સેન્ટ્રલ GSTના રૂ. 25,036 કરોડ સ્ટેડ જીએસટીના રૂ. 32,001 કરોડ અને ઈંટીગ્રેટેડ જીએસટીના રૂ. 73,345 કરોડ રૂપિયા ઉપરાંત રૂ. 10,502 કરોડ કમ્પનસેશન સેસના છે. જોકે ISGTમાંથી  સરકારે સેન્ટ્રલ જીએસટીમાં રૂ. 27,924 કરોડ અને સ્ટેટ જીએસટીમાં રૂ. 23,123 કરોડ ચૂકવ્યા છે. આ રીતે સેટલમેન્ટ પછી મે મહિનામાં સેન્ટ્રલ જીએસટીનું કુલ કલેક્શન રૂ. 52,960 કરોડ અને સ્ટેટ જીએસટીનું કુલ કલેક્શન રૂ. 55,124 કરોડ હતું.

- Advertisement -

જુલાઈ 2017માં GST સિસ્ટમ લાગુ થયા બાદ આ ચોથી વખત છે જ્યારે માસિક GST કલેક્શન 1.40 લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર એપ્રિલમાં કુલ 7.4 કરોડ ઈ-વે બિલ જનરેટ થયા હતા, જે માર્ચના 7.7 કરોડ ઈ-વે બિલ કરતાં લગભગ 4 ટકા ઓછા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ સતત 11મો મહિનો છે જ્યારે GST કલેક્શન 1 લાખ કરોડ રૂપિયાના આંકડાને વટાવી ગયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular