જામનગર મહાનગરપાલિકાની મિલકતવેરા શાખા દ્વારા મિલકતવેરો ન ભરનાર બાકીદારોની 16 મિલકતો જપ્ત કરવામાં આવી હતી. તેમજ બે આસામીઓ પાસેથી સ્થળ પર જ વેરા વસુલાત કરવામાં આવી હતી.
જામનગર મહા નગરપાલિકાની મિલકતવેરા શાખા દ્વારા બાકી મિલકતવેરો ન ભરનાર મિલકત ધારકોને નિયમ અનુસાર વોરંટ તથા અનુસૂચિની બજવણી કરી હોવા છતાં મિલકતવેરો ન ભરનાર આસામીઓ વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. ગઇકાલે બુધવારના રોજ મિલકતવેરા શાખા દ્વારા જામનગર શહેરમાં કમિશનરની સૂચના અનુસાર આસી. કમિશનર (ટેક્સ)ના માર્ગદર્શન હેઠળ વોર્ડવાઇઝ રિક્વરી ટીમો દ્વારા વેરા વસુલાત કામગીરી અંતર્ગત કુલ 16 જેટલી મિલકતોને જપ્ત કરવામાં આવી હતી. તેમજ બે આસામીઓ પાસેથી સ્થળ ઉપર જ રૂા. 75,200ની વેરા વસુલાત કરવામાં આવી હતી.