જામનગર શહેરના ગોકુલનગર ખોડિયારનગર વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા છ મહિલા સહિત નવ શખ્સોને પોલીસે રૂા.11,220 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જામજોધપુર તાલુકાના બાલવા ગામમાંથી જૂગાર રમતા ત્રણ મહિલા સાત શખ્સોને રૂા.10,050 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા ખોડિયારનગરમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમિયાન ચોથાભાઈ રણછોડ રાંદલપરા, રોહિત રમેશ મકવાણા, ભીખુ ઉર્ફે પરેશ પોલા ડાંગર અને છ મહિલા સહિત કુલ નવ શખ્સોને રૂા.11,220ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં તેમજ બીજો દરોડો જામજોધપુર તાલુકાના બાલવા ગામમાં ઈન્દીરા સોસાયટી વિસ્તારમાંથી તીનપતિનો જૂગાર રમતા ગૌતમ હમીર ધુડા, વિનોદ લાભુ ધુડા, હસમુખ ઉર્ફે ભોલો દાનજી સંગરખીયા, પાલા કારા ચુડાસમા અને ત્રણ મહિલા સહિત સાત શખ્સોને પોલીસે રૂા.10,050 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.