જામનગર શહેરના ગરીબનગર પાણાખાણ વિસ્તારમાંથી સીટી-બી પોલીસે છ મહિલાઓને તિનપત્તિનો જુગાર રમતાં ઝડપી લઇ રૂા. 15100ની કિંમતનો રોકડ સહિતના મુદ્ામાલ કબજે કર્યો હતો. જામજોધપુરમાં પોલીસે પાંચ શખ્સોને રૂા. 3340ની રોકડ સહિતના મુદ્ામાલ સાથે તિનપત્તિનો જુગાર રમતા ઝડપી લીધા હતાં. જામજોધપુરના સંગચિરોડા ગામના બસ સ્ટેશન પાસેથી પોલીસે પાંચ શખ્સોને તિનપત્તિનો જુગાર રમતાં ઝડપી લઇ રૂા. 1560ની રોકડ સહિતનો મુદ્ામાલ કબજે કર્યો હતો.
જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરમાં ગરીબનગર, પાણાખાણ વિસ્તારમાં ઇદગાહ મસ્જિદની બાજુમાં તિનપત્તિનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી-બી પોલીસે છ મહિલાઓને તિનપત્તિનો જુગાર રમતાં ઝડપી લીધી હતી અને રૂા. 15100ની રોકડ તથા ગંજીપાના સહિતનો મુદ્ામાલ કબજે કર્યો હતો.
બીજો દરોડો જામજોધપુરમાં દેવજી ઉર્ફે દેવો ગોવિંદ રાઠોડના ઘર પાસે તિનપત્તિનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે જામજોધપુર પોલીસે રેઇડ દરમિયાન દેવજી ઉર્ફે દેવો ગોવિંદ રાઠોડ, ચંદુ પાલા રાઠોડ, જેન્તી ઉર્ફે દકુ મનુ મકવાણા, અમુ બધાભાઇ પરમાર તથા મનસુખ પાલા વિંઝુડા નામના પાંચેય શખ્સોને રૂા. 3340ની રોકડ સાથે તિનપત્તિનો જુગાર રમતાં ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો જામજોધપુરના સંગચિરોડા ગામના બસ સ્ટેશન પાસે આવેલ બાપા સિતારામની મઢુલી પાસે તિનપત્તિનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે શેઠવડાળા પોલીસે રેઇડ દરમિયાન ભૂપતગીરી પ્રેમગીરી ગોસ્વામી, દિનેશ મંગા સોલંકી, જિવરાજ કરશન સોલંકી, મહોબ્બતસિંહ અમરસિંહ ચાવડા તથા હારુન મામદ વિરપરીયા નામના પાંચ શખ્સોને રૂા. 1560ની રોકડ સહિતના મુદ્ામાલ સાથે તિનપત્તિનો જુગાર રમતાં ઝડપી લીધા હતાં.