કેન્દ્રીય મંત્રીમંડળે વર્તમાન મેડિકલ કોલેજોની સાથે 1570 કરોડ રૂપિયાના ખર્ચે 157 સરકારી નર્સિંગ કોલેજોની રચનાને મંજૂરી આપી દીધી છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે. દેશમાં નર્સિંગ પ્રોફેશનલોની સંખ્યા વધારવા અને વ્યાજબી ભાવે ગુણવત્તયુકત શિક્ષણ પુરુ પાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મેડિકલ કોલેજોની સાથે જ આ નર્સિગ કોલેજો શરૂ કરવાથી વર્તમાન ઇન્ફ્રાસ્ટ્રકચર, સ્કીલ લેબ, ક્લિનિકલ ફેસિલિટીનો મહત્તમ ઉપયોગ કરી શકાશે. બે વર્ષમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની સરકારની યોજના છે. આ ઉપરાંત કેબિનેટે મેડિકલ ઉપકરણોનું ઘરેલુ ઉત્પાદન વધારવા અને આવા ઉપકરણોની આયાત ઘટાડવા માટે કેન્દ્રીય કેબિનેટે નેશનલ મેડિકલ ડિવાઇસ પોલિસીને મંજૂરી આપી છે.