Monday, December 23, 2024
Homeરાજ્યહાલારખંભાળિયા સિવિલ હોસ્પિટલમાં 150 બેડ કાર્યરત

ખંભાળિયા સિવિલ હોસ્પિટલમાં 150 બેડ કાર્યરત

પૂરતા પ્રમાણમાં ઓક્સિજન, વેન્ટિલેટર તથા દવાનો સ્ટોક પ્રાપ્ય: અધિક્ષક

- Advertisement -

ચીનમાં વધી રહેલા કોરોનાના ભયજનક સંક્રમણ વચ્ચે ભારતમાં પણ કોરોના વાયરસના નવા વેરીએન્ટના પગરવ સાથે ગુજરાત રાજ્યમાં પણ નવા વેરીએન્ટના કેસો નોંધાતા સરકારી તંત્ર એલર્ટ બની ગયું છે. સાથે સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આરોગ્યતંત્ર દ્વારા તમામ દિશાઓમાં પગલાં લેવામાં આવી રહ્યા છે. ખંભાળિયા સ્થિત સિવિલ હોસ્પિટલમાં પણ ઓક્સિજન, કોવિડ કેર સેન્ટર, તેમજ દવા અંગે તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.

- Advertisement -

ખંભાળિયામાં આવેલી સરકારી જનરલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે અલાયદો વોર્ડ તેમજ દવા સહિતની તૈયારીઓ કરવામાં આવી છે. આ અંગે વિગત આપતા અહીંની જનરલ હોસ્પિટલના અધ્યક્ષક મનોજ કપૂરે જણાવ્યું હતું કે ડબલ્યુ.એચ.ઓ. તરફથી જારી કરવામાં આવેલા કોરોના અંગેના રેડ સિગ્નલ સાથે રાજ્યની કમિશનર કચેરી તરફથી દ્વારા કરવામાં આવેલા એલર્ટના અનુસંધાને અહીં તમામ જરૂરી પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. આના અનુસંધાને ગાંધીનગરથી પ્રોગ્રામ ઓફિસરનું પણ અત્રે આગમન થયું હતું. તેમના દ્વારા અહીંની હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય ચેક કરવામાં આવ્યો હતો. અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે થોડા સમય પૂર્વે પી.એમ. કેરમાંથી પ્રાપ્ત થયેલા પી.એસ.એ. (ઓક્સિજન) પ્લાન્ટ હાલ સંપૂર્ણપણે કાર્યરત છે. જ્યારે અન્ય એક ઓ.એન.જી.સી. નો પ્લાન્ટ રીપેરીંગ હેઠળ છે.

અહીંની સરકારી હોસ્પિટલમાં 150 બેડનો આઈસોલેસન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જે તમામ બેડ પર ઓક્સિજન સપ્લાય સુવિધા પ્રાપ્ત છે. એટલું જ નહીં, અહીં ચાર પિડિયાટ્રીક સાથે કુલ 49 વેન્ટિલેટર પણ ઉપલબ્ધ છે. કોરોનાના ઈલાજ માટે અહીં પૂરતી માત્રામાં દવાનો જથ્થો પણ છે. સાથે સાથે આગામી સમય માટે બીજો જથ્થો પણ મંગાવવામાં આવ્યો છે. દર્દીઓની સારવાર માટે ફિઝિશિયન સહિત વધારાનો તબીબી સ્ટાફ જરૂર પડે તો બહારગામથી મંગાવાની તૈયારી પણ કરવામાં આવી છે. હાલ અહીંની હોસ્પિટલમાં એક પણ કોવિડ કેસ નોંધાયો નથી.ગુજરાતના જુદા-જુદા ભાગોમાં કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે. ત્યારે નવા વેરીએન્ટ સામે સાવચેતી રાખવા માટે અપીલ કરતા જનરલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર મનોજ કપૂરએ જણાવ્યું હતું કે કોરોના સામે રક્ષણ મળે તે માટે લોકોએ સાવચેતી કેળવી બહાર નીકળતી વખતે માસ્ક અવશ્ય પહેરવા તથા સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અનિવાર્ય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular