મોટાભાગે માર્ચ મહિનામાં સમગ્ર રાજ્યમાં કેરીનું આગમન બજારમાં થઈ જાય છે. પરંતુ દરવર્ષની સરખામણીએ કેરીના ભાવમાં તોતિંગ ભાવવધારો જોવા મળી રહ્યો છે.
હાલમાં જામનગરની બજારમાં હાપુસ, લાલબાગ અને તોતા સહિતની કેરીની જાત બજારમાં જોવા મળી રહી છે. ત્યારે વેપારીનું કહેવું છે કે, વધતી જતી મોંઘવારીને લઈને કેરીના ભાવમાં પણ 10 થી 15 ટકાનો વધારો થયો છે. વધતા જતા પેટ્રોલ ડિઝલના ભાવને કારણે ટ્રાન્સફર ખર્ચમાં પણ વધારો થયો છે. જેને લઇને કેરીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
તો બીજી તરફ ગત વર્ષે આવેલ તૌકતે વાવાઝોડાના કારણે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં કેરીના બગીચાઓની ભારે નુકસાન થયું હતું. અને અનેક વર્ષો જુના કેરીના ઝાડ ધરાસાઈ થયા હતા. જેને લઇને ખેડૂતોને પણ ભારે નુકસાન થયું હતું. ત્યારે આ વર્ષે કેસર કેરી ખુબજ ઓછા પ્રમાણમાં જોવા મળશે. જેના કારણે કેરીના ભાવ દર વર્ષની સરખામણીએ 10 થી 15 ટકા જેટલો વધારો થશે. કેરીના ભાવ 10 કિલો બોક્સના 800 સુધી રહે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે.સૌરાષ્ટ્રની બજારોમાં વાવાઝોડાના કારણે કેરીના સ્વાદરસિયા માટે મોંઘી બનશે.