Monday, December 23, 2024
Homeરાજ્યહાલારજામજોધપુરના સતાપર ગામમાંથી જૂગાર રમતા 15 શખ્સ ઝડપાયા

જામજોધપુરના સતાપર ગામમાંથી જૂગાર રમતા 15 શખ્સ ઝડપાયા

પીપળાના ઝાડ નીચેથી જૂગાર રમતા રૂા.5300 ની રોકડ રકમ સાથે આઠ શખ્સ ઝબ્બે : બાજુમાં જ તીનપતિ રમતા સાત શખ્સો રૂા.4500 ની રોકડ રકમ સાથે ઝડપાયા

- Advertisement -

જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં પીપળાના ઝાડ નીચે જૂગાર રમતા આઠ શખ્સોને પોલીસે રૂા.5300 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ આ જ સ્થળેથી પોલીસે બીજા દરોડામાં સાત શખ્સોને રૂા.4500 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ,જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં આવેલા મંદિર નજીક પીપળાના ઝાડ નીચે જુદા જુદા બે સ્થળોએ જામજોધપુર પોલીસે રેઈડ દરમિયાન પ્રવિણ ડાયા વાઢેર, મેરા નગા સોંદરવા, રમણિક કાંતિ વાઘેલા, દિપક બાવનજીભાઓ ધોલેતર, હરેશ નાગજી રાઠોડ, કિશોર જેન્તીગર અપારનાથી, દેવા નાગજીભાઓ સોંદરવા, પુના વિભાભાઈ ગુજરાતી સહિતના આઠ શખ્સોને પોલીસે રૂા.5300 ની રોકડ રકમ અને ગંજીપના કબ્જે કરી બાજુમાં જ જૂગાર રમતા વીરા રૂખડ રાઠોડ, રણમલ વિરા પરમાર, અશોક હાજા ડોડિયા, બાબુ મેઘા સોંદરવા, લીલાધર છગન સોલંકી, હરી અરજણ ચૌહાણ અને ચના મુળુ ચૌહાણ નામના સાત શખ્સને રૂા.4500 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ જામજોધપુર પોલીસે જુદા જુદા બે ગુના નોંધી 15 શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular