જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોળ ગોડાઉન વાળી ગલીમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા 15 શખ્સોને સીટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.16,200 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. જામનગર શહેરના એસટી ડીવીઝન પાછળ આવેલી અલ્સફા સોસાયટીમાંથી ઘોડીપાસાનો જૂગાર રમતા પાંચ શખ્સોને રૂા.22,500 ની રોકડ રકમ અને બે નંગ ઘોડીપાસા સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 58 રોડ પર આવેલી ગોળ ગોડાઉનવાળા વિસ્તારમાં મધ્યરાત્રિના સમયે જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પીએસઆઈ એસ.એમ. સિસોદીયા તથા સ્ટાફે રેઈડ દરમિયાન કાના ગોવીંદ કાંબરીયા, કુંદનકુમાર રાકુમાર શર્મા, વિમલ રાણા ઓડીચ, સતીષ વિરમ અશ્વાર, વિજય કરશન અશ્વાર, રામકીશોર રાજારામ પ્રજાપતી, રોહીતકુમાર નીરજકુમાર કુમાર, મુકેશકુમાર કુબેરપ્રસાદ કુમાર, હરીશચંદ્ર શ્રીપ્રેમશીંગ રાજપુત, કમલેશકુમાર ઉદયરામ પ્રજાપતી, મહાવીર રામશંકર પ્રજાપતી, છોટુ ભગીરથ રાજપુત, રાજકુમાર જમનલાલ રાજપુત, ભોલા સુખારી ચૌધરી અને સુનીલરાય ગુરૂચરણરાય જાદવ નામના 15 શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી રૂા.16,200 ની રોકડ રકમ અને ગંજીપના કબ્જે કર્યા હતાં.
બીજો દરોડો, જામનગર શહેરના એસ.ટી. ડીવીઝન પાછળ આવેલી અલ્સફા સોસાયટીમાં જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન મોહમદઇશા મોહબુબ ભગત, મોઇન યુસુદ નોતીયાર, મહમદ મુસ્તાકિમ લુસવાલા, સફીક સાજીત ભરારી અને મહમદહુશેન હારુન ફુલવાલા સહિતના પાંચ શખ્સોને રૂા.22,500 ની રોકડ રકમ અને ઘોડીપાસાના બે નંગ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.