Tuesday, December 24, 2024
Homeબિઝનેસ25 કલાકમાં 15 લાખ કરોડ સાફ

25 કલાકમાં 15 લાખ કરોડ સાફ

ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોએ મચાવ્યો કોહરામ : બે દિવસમાં સેન્સેસકમાં 2,500 અને નિફટીમાં 9,00 પોઇન્ટનું તોતિંગ ગાબડું : આગામી એક સપ્તાહ બજારમાં ભારે ઉતાર-ચઢાવની સંભાવના

- Advertisement -

છેલ્લા બે દિવસથી ભારતીય શેરબજારમાં કોહરામ મચ્યો છે. સોમવાર સવારે 9-15 કલાકથી આજે મંગળવાર સવારે 10-15 કલાક સુધીમાં એટલે કે, છેલ્લા 25 કલાકમાં રોકાણકારોની મૂડીમાં 15 લાખ કરોડનું ધોવાણ થયું છે. ગઇકાલનું આખું ટ્રેડિંગ સેશન અને આજનું પ્રથમ એક કલાકનું ટ્રેડિંગ સેશનમાં નિફટીમાં 9,00 પોઇન્ટ અને સેન્સેકસમાં 2,પ00 પોઇન્ટનું ગાબડું નોંધાયું છે. જેને કારણે બીએસઇ અને એનએસઇમાં નોંધાયેલા કંપનીઓના કુલ માર્કેટ કેપીટલમાં 15 લાખ કરોડનો ઘટાડો નોંધાયો છે. ગઇકાલે નોંધાયેલા 1,500 પોઇન્ટના કડાકાને કારણે 9 લાખ કરોડ સાફ થઇ ગયા હતા. જયારે આજે સવારે બજાર ખુલતાં જ ફરી એક વખત મોટો કડાકો બોલી ગયો હતો. સેન્સેસકમાં ખુલતાં જ 1000 પોઇન્ટનું ગાબડું નોંધાતા વધુ 6 લાખ કરોડનું ધોવાણ થયું છે. છેલ્લા પાંચ દિવસથી ભારત સહિત વિશ્ર્વભરના બજારોમાં ભારે વેચવાલીનો માહોલ જોવા મળી રહ્રયો છે. ખાસ કરીને અમેરિકામાં ફેડરલ રિઝર્વ વ્યાજ દર વધારશે તેવી દહેશતને પગલે વિશ્ર્વભરના બજારો ઉંધા માથે પછડાયા છે. તો ભારતમાં એક ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટને લઇને વિદેશી રોકાણકારો બહુ આશાવાદી જણાતાં નથી. પરિણામે બજેટ પહેલાં તેઓ ભારતીય બજારમાંથી ઉચાળા ભરી રહયા છે.

- Advertisement -

છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી 12,000 કરોડ રૂપિયા પરત ખેંચ્યા છે. જયારે છેલ્લા 3 મહિનાની વાત કરીએ તો વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી 1 લાખ કરોડથી વધુની મૂડી પાછી ખેંચી લીધી છે. જેને કારણે ભારતીય શેરબજારમાં ટોચ પરથી સતત નીચેના લેવલ જોવા મળી રહયા છે. બજેટ સુધી આ સિલસિલો યથાવત રહેવાની સંભાવના નિષ્ણાંતો વ્યકત કરી રહયા છે. બજેટ બાદ તેલની ધાર જોઇને વિદેશી રોકાણકારો ભારતમાં રોકાણ અંગે નિર્ણય કરી શકે છે. આમ આવનારૂં એક સપ્તાહ ભારતીય શેરબજાર અને રોકાણકારો માટે ખૂબજ મહત્વનું બની રહેશે. આ સમય દરમ્યાન બજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular