જામનગર જિલ્લાના મોટી ખાવડીમાં રહેતા અને ખાનગી કંપનીમાં સિકયોરિટી હેડએ અનેક યુવાનોને સિકયોરિટી ગાર્ડમાં ભરતી કરવાની લાલચ આપી 15-15 હજાર રૂપિયા લઇ અનેક લોકો સાથે છેતરપિંડી આચર્યાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લામાં મોટી ખાવડી ગામે રહેતા કેહરચંદ મંગલારામ (રહે.એમઓયુ કોલોની, મોટી ખાવડી) નામના બીલીવ સોલ્યુશન સર્વિસીસ નામની કંપનીમાં સિકયોરિટી હેડ તરીકે ફરજ બજાવે છે. આ કર્મચારીએ તેની કંપનીમાં સિકયોરિટી ગાર્ડની ભરતી માટેની પ્રક્રિયામાં ઉમેદવારો પાસેથી 15-15 હજારની રોકડ રકમ મેળવી હતી. દરમિયાન આ પ્રક્રિયામાં અનેક યુવાનોએ નોકરી માટે ઉમેદવારી નોંધાવી હતી. જેમની પાસેથી કર્મચારીએ નાણાં ઉઘરાવી છેતરપિંડી આચરી હોવાની ગુડગાવના અલ્કેશ અતરસિંગ લાંબા નામના યુવાને જામનગરના મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે હેકો વી.સી. જાડેજા તથા સ્ટાફે તપાસ આરંભી હતી.