જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં હાથ ધરેલ ચેકિંગ દરમિયાન 140 લીટરથી વધુ પાણી તથા 40 કિલોથી વધુ બટાટાના માવા સહિતની અખાદ્ય વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ વિવિધ રેસ્ટોરન્ટ તથા હોટલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને પીવાના પાણીમાં કલોરીનેશન કરવા, જે તેલનો ઉપયોગ કરતા હોય તે બોર્ડમાં દર્શાવવા સહિતની બાબતો અંગે સૂચના આપવામાં આવી હતી તથા કોલેરા કેસોને ધ્યાને લઇ પાણીમાં કલોરીનેશન અંગે ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જામનગર મહાનગરપાલિકાના એફએસઓ દ્વારા ધરારનગર-2 માં આવેલ કોલેરા પોઝિટિવ કેસ બાબતે ધરારનગર-2 માં ખાણીપીણીની રેંકડીઓમાં ચેકિંગહ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શિવાલય ફરસાણ, દાતારી સમોસા, જાહેર આમલેટ સેન્ટર, કેજીએન ટી સેન્ટર, તાજ હોટલ, નિગાહે કરમ આમલેટ, શાહિદી હોટલ, અરહાન રેસ્ટોરન્ટ, પા કોઠાવાળા હોટલ તથા ઈન્ડિયા પાણીપુરીમાં ચેકિંગ હાથ ધરી પાણીમાં કલોરીનેશન જાળવવા ખાદ્ય પદાર્થને ઢાંકીને રાખવા તથા સ્વચ્છતા જાળવવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલ ચેકિંગ દરમિયાન નિલકંઠ મહાદેવ મંદિર પાસે આવેલ નિલકંઠ પાણીપુરીમાંથી 20 લીટર પાણી તથા બે કિલો બટાટાના માવાનો નાશ કરાયો હતો. તેમજ આ જ વિસ્તારમાંથી આશાપુરા ફાસ્ટફુડમાંથી 18 લીટર પાણી તથા 1 કિલો બટાટાનો માવો, વિજયભાઈ વડાપાઉંમાંથી બે લીટર સોર્સ, તળાવની પાળ પાસેથી આશાપુરા ફાસ્ટફૂડમાંથી 50 લીટર પાણી તથા 20 કિલો બટાટાનો માવો, નિલેશભાઈ (જે.આર.) ફલેવર પાણીપુરીમાંથી 25 લીટર પાણી તથા બે કિલો બટાટાનો માવો, એ વન પાણીપુરીમાંથી 30 લીટર પાણી તથા 10 કિલો બટાટાનો માવો, ત્રણબતી ચોકમાં આશનદાસ સ્વીટ માર્ટસમાંથી 5 કિલો તેલ, પરેશ ફરસાણમાંથી 20 કિલો અખાદ્ય બેસન લાડુ / મોતીચુર લાડુ તથા તળાવની પાળ પાસે જય શ્રી રામ દાલવડીમાંથી ત્રણ કિલો ચટણીનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત તળાવની પાળે આશાપુરા ડીસગોલા, જય અંબાજી સોડામાં સ્વચ્છતા જાળવવા સૂચના આપવામાં આવી હતી તેમજ રાજ્ય સરકારની સુચના મુજબ મીડિયા ના અલગ અલગ માધ્યમ થી મળેલ સમગ્ર ગુજરાતમાં જીવાંત અંગે ની ફરીયાદ અનુસંધાને રાજ્ય સરકાર તેમજ ભારત સરકારના FOSCOS એપ્લીકેશનમાં હોટલ /રેસ્ટોરન્ટ વગેરે જગ્યા એ એફ.એસ.ઓ.દ્વારા રૂબરૂ ઈન્સ્પેકશન કરી પેસ્ટ કંટ્રોલ સર્ટીફિકેટ, મેડીકલ સર્ટીફિકેટ વગેરે તત્કાલ કરાવી તમામ હોટલ રેસ્ટોરન્ટના ઈન્સ્પેકશન રીપોર્ટ ઓફિસ કોમ્પ્યુટર દ્વારા તાત્કાલીક સદર ડોક્યુમેન્ટ FOSCOS માં જઈ અપલોડ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. જેમાં ત્રણબતીમાં વેજ પેલેટ રેસ્ટોરન્ટ, પ્રસાદમ રેસ્ટોરન્ટ, કલ્પના હોટલ, વિષ્ણુ હલવા હાઉસ, જયભવાની સ્વીટ એન્ડ નમકીન, મદ્રાસ હોટલ, હોટલ સેલીબ્રેશન, ગુરૂદ્વારા રોડ પર જેઠાલાલ રેસ્ટોરન્ટ, આતિત્ય રેસ્ટોરન્ટ, આરામ રિફ્રેશમેન્ટ, લક્ષ્મી હોટલ એન્ડ નાસ્તા ભુવન, ભાગ્યોદય રાજપૂતાના લોજ, ઝમઝમ રેસ્ટોરનટ, બ્રાહ્મણીયા લોજ, બેડી ગેઈટ પાસે કાફે પેરેડાઈસ, અંબર ટોકીઝ પાસે યમીઝ ફુડ, જી. જી. હોસ્પિટલ સામે ન્યુ સુરેશ પરોઠા હાઉસ, લીમડાલાઇનમાં કૈલાશ ફરસાણ, જૂના રેલવે સ્ટેશન પાસે શિવ શકિત નાસતા ભુવન, ઝુલેલાલ સ્વીટ માર્ટ, ગોર ફરસાણ માર્ટ, બેડી ગેઈટ પાસે ઉમિયા ભજીયા હાઉસ, ટાઉનહોલ પાસે મયુરી ભજીયા સહિતના સ્થળોએ ચેકિંગ કરી હાઈકોર્ટના હુકમ અન્વયે પેઢીનું નામ ગુજરાતીમાં લખવા, જે તેલનો ઉપયોગ કરતા હોય તે બોર્ડમાં દર્શાવવા સહિતની બાબતો અંગે સૂચના આપી હતી.
જામનગર મહાનગરપાલિકાના એફ.એસ.ઓ.દ્વારા દિગ્વિજય પ્લોટ 62 મા આવેલ સસ્પેક્ટ કોલેરા કેસ બાબતે એફ.એસ.ઓ.ની ટીમ દ્વારા દિગ્વિજય પ્લોટ 56 માં આશાબેકર્સ, દિયા લૂઝ ડ્રીંકીંગ વોટર, 58 દિ.પ્લોટમાં અમદાવાદી પકવાન, સોનાલી ફરસાણ, ન્યુ અમદાવાદી પકવાન, રાજુભાઈ પકવાનવાળા, કિરીટ હોટલ, રજવાડી ચા, રાજ નાસતા હાઉસ, બજરંગ ઘુઘરા, મુરલીધર ચા, નાગરાજ કુલપોઇન્ટ, ઈમ્પીયરીયલ હોટલ, ચૈતન્ય ખમણ, હર ભોલે ભેલ તથા તળાવની પાળે મહારાજ ઘુઘરાવાળા સહિતના સ્થળોએ ચેકિંગ હાથ ધરી પાણીમાં કલોરીનેશન જાળવવા સહિતની સૂચનાઓ આપી હતી.
તદુપરાંત જામનગર શહેરમાં આવેલ તમામ લુઝ ડ્રીન્કીંગ વોટરનું વેચાણ કરતાં આસામીઓને રૂબરૂ ઓફિસે બોલાવી મીટીંગ આયોજન કરી તમામને પાણીમાં સુપર કલોરીનેશન જાળવવા તેમજ બોરના પાણીનું બેક્ટોરીયલ ટેસ્ટ જલ ભવન ડીસ્ટ્રીક્ટ લેબોરેટરીમાં તપાસ કરાવવા તાકીદ કરવામાં આવી હતી તેમજ ખાલી જાર/બોટલને કલોરીનેટેડ વોટરથી સફાઈ કરવા સૂચના આપી હતી.