જામજોધપુરના ઈશ્વરીયા ગામેથી પોલીસે બાતમીના આધારે રેઈડ દરમિયાન તીનપતિનો જૂગાર રમતા ચાર શખ્સો રૂા.16,650 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જોડિયાના બાલંભામાંથી ચાર શખ્સોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ તેની પાસેથી રૂા.14,870 નો મુદ્દામાલ અને ગંજીપના કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર શહેરમાં ખંભાળિયા નાકા બહારના વિસ્તારમાંથી ચલણી નોટો ઉપર એકી-બેકીનો જૂગાર રમતા બે શખ્સોને રૂા.11,340 ની રોકડ સાથે દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર તાલુકાના ખીજડિયા ગામમાં તીનપતિનો જૂગાર રમી પૈસાની હારજીત કરતા હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન ચાર શખ્સોને જૂગાર રમતા રૂા.2110 ની રોકડ સાથે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ બનાવ જામજોધપુર તાલુકાના ઈશ્વરીયા ગામમાં ધાયડી સોસાયટી પાણીના ટાંકા પાસે જૂગાર રમાતો હોવાની પોલીસને મળેલી બાતમીના આધારે રેઈડ દરમિયાન તીનપતિનો જૂગાર રમતા કનુ સોમા બાટા, લખમણ મેઘા બગડા, દિનેશ દાના મકવાણા અને મનસુખ ચના સાગઠીયા નામના ચાર શખ્સોને રૂા.16,650 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જોડિયા તાલુકાના બાલંભા ગામમાં દલિતવાસમાં તીનપતિનો જૂગાર રમી પૈસાની હારજીત કરતા નવિન ધનજી વાઘેલા, બાબુ ભાણા વાણિયા, કાનજી મનજી પરમાર અને વિપુલ અશોક દાફડા નામના ચાર શખ્સોને રૂા.14,870 ની રોકડ અને ગંજીપના સાથે પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામનગર શહેરમાં ખંભાળિયા નાકા બહારના વિસ્તારમાંથી પોલીસને મળેલી બાતમીના આધારે રેઈડ દરમિયાન ચલણી નોટો પર એકી બેકીના આંકડા બોલી જૂગાર રમતા પ્રવિણ ગોરધન કનખરા અને ભરત હસમુખ રાયઠઠ્ઠા નામના બે શખ્સોને રૂા.11,340 ની રોકડ સાથે દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોથો દરોડો, જામનગર તાલુકાના ખીજડિયા ગામના નવાપરામાં તીનપતિનો જૂગાર રમી પૈસાની હારજીત કરતા હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન જેસંગ ઉર્ફે ચંદુ બટુક સાલાણી, ગોરધન ઉર્ફે રાકેશ સાદુર સુરેલા, પુંજા ગાગા એરડિયા અને સુરેશ ઉર્ફે વિહો લખમણ રાંદલપરા નામના ચાર શખ્સોને રૂા.2110 ની રોકડ અને ગંજીપના સાથે દબોચી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.