Friday, January 3, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં 14 ડિગ્રી તાપમાન, બર્ફીલા પવનથી ઠુંઠવાતા શહેરીજનો

જામનગરમાં 14 ડિગ્રી તાપમાન, બર્ફીલા પવનથી ઠુંઠવાતા શહેરીજનો

છેલ્લા 2-4 દિવસથી તાપમાનમાં આંશિક વધારો-ઘટાડો

- Advertisement -

જામનગર શહેર-જિલ્લામાં છેલ્લા 2-3 દિવસથી લઘુતમ તાપમાન 13-14 ડિગ્રી વચ્ચે જોવા મળી રહ્યું છે. શહેરીજનો બેઠા ઠારથી ધ્રુજી ઉઠયા છે અને દિવસભર ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળી રહયા છે. આજે સવારે પુરા થતાં 24 કલાક દરમ્યાન લઘુતમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું છે.

- Advertisement -

2024ના વર્ષનો આજે અંતિમ દિવસ છે. શહેરીજનો 2024ના વર્ષને વિદાય આપવા અને 2025ના વર્ષને આવકારવા થનગની રહયા છે. એવામાં કડકડતી ઠંડી વચ્ચે આજે શહેરીજનો 2025ને આવકારશે. જામનગરમાં છેલ્લા 2-4 દિવસથી લઘુતમ તાપમાન 13-14 ડિગ્રી આજુબાજુ જોવા મળે છે. તાપમાનમાં આંશિક વધારા-ઘટાડા વચ્ચે બર્ફિલા પવનોને કારણે જનજીવન પ્રભાવિત થઇ રહયું છે. શીતલહેરને કારણે શહેરીજનો કામ સિવાય બહાર જવાનું ટાળી રહયા છે. તેમજ ઠંડીથી રક્ષણ મેળવવા ગેસ, હિટર, તાપણાનો સહારો લઇ રહયા છે. જામનગર કલેકટર કચેરીમાં કંટ્રોલ રૂમમાં જણાવ્યા અનુસાર લઘુતમ તાપમાન 14 ડિગ્રી, મહતમ તાપમાન 25.6 ડિગ્રી, ભેજનું પ્રમાણ 64 ટકા તથા પવનની ગતિ 6.5 કિલોમીટર પ્રતિકલાક નોંધાઇ હતી.

જામનગર શહેરની સાથે-સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોલ્ડવેવની સ્થિતિ જોવા મળી રહી છે. લોકો રાત્રિના સમયે બહાર નિકળવાનું ટાળતાં માર્ગો સુમસામ જોવા મળી રહયા છે. તેમજ ગામડાંઓમાં બજાર પણ સવારે મોડી ખુલી રહી છે. તેમજ રાત્રિના વહેલા બજારો બંધ થઇ રહી છે. ઠંડીનું પ્રમાણ વધવાની સાથે શહેરીજનો શિયાળાના અડદિયા, ખજૂરપાક, ઉધિયું, ગરમાગરમ સૂપ, ચીકી, જીંજરા સહિતની શિયાળુ વાનગીઓની મજા માણી રહયા છે અને યોગ કસરત પણ કરી રહયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular