Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં 14 ચોરી આચરનાર તસ્કરને ઝડપી લેતું એલસીબી

જામનગર શહેરમાં 14 ચોરી આચરનાર તસ્કરને ઝડપી લેતું એલસીબી

- Advertisement -

જામનગર શહેરમાં એક ડઝનથી વધુ ચોરી આચરનાર અને અમદાવાદ, મોરબી, રાજકોટમાં 11 થી વધુ ચોરીમાં સંડોવાયેલા તસ્કરને એલસીબીની ટીમે ચોરાઉ બાઈક અને ત્રણ મોબાઇલ તથા રોકડ રકમ સાથે ઝડપી લઇ વધુ પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાંથી એક ડઝન જેટલી ચોરીમાં સંડોવાયેલા તસ્કર અંગેની એલસીબીના ફીરોઝ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, હરદીપ ધાંધલને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયની સૂચનાથી પીઆઇ એસ.એસ. નિનામાની સૂચનાથી પીએસઆઈ આર.બી.ગોજિયા, બી.એમ. દેવમુરારી, કે.કે. ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્ર્વિનભાઈ ગંધા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, ખીમભાઈ ભોચિયા, અશોકભાઈ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા, ફીરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, બળવંતસિંહ પરમાર, રાકેશ ચૌહાણ, લખમણભાઈ ભાટિયા, સુરેશભાઈ માલકિયા, ધમેન્દ્રસિંહ જાડેજા અને દયારામ ત્રિવેદી, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે વોચ ગોઠવી મહાપ્રભુજીની બેઠક આગળ સાલુપીરની દરગાહ પાસેથી એજાજ ઉર્ફે એજલો કાદર શેખ નામના શખ્સને આંતરી લીધો હતો.

એલસીબીની ટીમે એજાજ પાસેથી રૂા.3850 ની રોકડ રકમ અને 24000 ની કિંમતના ત્રણ નંગ મોબાઇલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા એજાજે છેલ્લાં દોઢ મહિનામાં જામનગરમાંથી 14 ચોરી આચર્યાની કેફીયત આપી હતી. આ ચોરીમાં લીંડીબજાર વિસ્તારમાંથી પોણા બે મહિના પહેલાં એક બાઈક, દોઢ માસ પૂર્વે જૈન દૈરાસર પાસેના મકાનમાંથી રોકડ અને મોબાઇલ તથા આધાર કાર્ડ, એક મહિના પહેલાં લીંડીબજારમાં મદિના મસ્જિદ વાળી શેરીમાં મકાનમાંથી રૂા.66000 ની રોકડ રકમ, એક માસ પૂર્વે મુલ્લા મેલી નજીક ફાત્માબાઈ મસ્જિદ પાસેથી એકસેસ મોટરસાઈકલ, એક મહિના પહેલાં ગે્રઈન માર્કેટ લોખંડ બજાર રોડ પર બીયારણની દુકાનના ગલ્લામાંથી 30 હજારની રોકડ, એક માસ અગાઉ પાંચ હાટડી ખંભોત્રી ફળીમાંથી એક બાઈક, સેતાવડમાં ખારવા પાન વાળાની પાછળના મકાનમાંથી બે મોબાઇલ ફોન, સતવારાવાડમાંથી એક મોબાઇલ, મોદીવાડમાં એક મકાનમાંથી 6500 ની રોકડ અને સોનાની ચાર બંગડી, બે વીંટી, એક ચેઇન અને એક પેંડલ, મુલ્લા મેલીમાં જોશી ફળીમાં ખુલ્લા મકાનમાંથી મોબાઇલ, મીનારાફળી વ્હોરા મસ્જિદ પાસેથી એક બાઈક, ચાંદીબજાર ડેલીફળીમાં મકાનની બારીમાંથી એક મોબાઇલ અને સતવારા વાડમાંથી એક બાઇક તથા ખંભોત્રી ફળીમાંથી એક બાઈક સહિત 14 ચોરી આચર્યાની કેફિયત આપી હતી.

- Advertisement -

તેમજ એજાજે અમદાવાદ, મોરબી અને રાજકોટ શહેરમાંથી 11 થી વધુ ચોરી અને જામનગર શહેરમાંથી 14 મળી કુલ 25 ચોરીની કેફીયત આપતા એલસીબીએ એજાજ પાસેથી રૂા.25 હજારની કિંમતનું જીજે-10-ડીએલ-8086 નંબરનું હિરો સ્પ્લેન્ડર બાઈક અને 25 હજારની કિંમતનું જીજે-10-સીએફ-9368 નંબરનું એકસેસ અને ત્રણ મોબાઇલ તથા રોકડ રકમ મળી રૂા.77,850 ની માલમતા કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular