Sunday, December 7, 2025
Homeરાજ્યજામનગરપાટીદાર અનામત આંદોલન સમયે થયેલ તોડફોડના કેસમાં 14 આરોપીઓનો છૂટકારો

પાટીદાર અનામત આંદોલન સમયે થયેલ તોડફોડના કેસમાં 14 આરોપીઓનો છૂટકારો

જામનગર શહેરમાં પાટીદાર અનામત આંદોલન સમયે રણજીતસાગર રોડ પર થયેલા તોફાનો ના સંદર્ભમાં પૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરી સહિત 14 આરોપીઓ સામે ગુન્હો નોંધવામાં આવ્યો હતો, જે કેસ અદાલતમાં ચાલી જતાં અદાલતે તમામ 14 આરોપીઓને છોડી મૂકવા હુકમ ફરમાવ્યો છે.

- Advertisement -

આ કેસની વિગત એવી છે કે જામનગર શહેરમાં રણજિત સાગર રોડપર પાટીદાર અનામત આંદોલન સંદર્ભે લાલપુર બાયપાસથી પવનચક્કી સુધીના માર્ગ પર તોફાનો થયા હતા અને ગેરકાયદે મંડળી રચી એક પોલીસ કર્મચારીનું મોટરસાયકલ સળગાવી નાખવામાં આવ્યું હતું.

આ સંદર્ભે જામનગરના પૂર્વ કોર્પોરેટર સહિત 14 આરોપીઓ સામે સીટી એ ડીવીઝન પોલીસમથકમાં આઈપીસી કલમ 143 અને 435 મુજબ ગુનો દાખલ કરાયો હતો અને પોલીસ દ્વારા આ કેસ મામલે અદાલતમાં ચાર્જસીટ કરવામાં આવી હતી. ઉપરોક્ત કેસ જામનગરના પાંચમા એડી. સિનિયર સિવિલ જજ એન.આર. પાથરની અદાલતમાં ચાલી જતાં અદાલત દ્વારા તમામ આરોપીઓ ને છોડી મૂકવા હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં તમામ આરોપીઓ તરફે વકીલ નાથાલાલ પી. ઘાડિયા, હિતેન અજુડિયા, હસમુખ મોલીયા, પરેશ સભાયા, અર્પિત રૂપાપરા વગેરે રોકાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular