Friday, September 20, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ફીઝીયોથેરાપી કોલેજ પાસેથી જૂગાર રમતા 13 મહિલા ઝડપાઈ

જામનગરમાં ફીઝીયોથેરાપી કોલેજ પાસેથી જૂગાર રમતા 13 મહિલા ઝડપાઈ

પોલીસે રેઈડ દરમિયાન રૂા.12,570 ની રોકડ અને ગંજીપના કબ્જે કર્યા : મોટા વડાળામાંથી તીનપતિ રમતા ચાર શખ્સ ઝડપાયા

- Advertisement -

જામનગરમાં ફીઝીયોથેરાપી કોલેજ સામે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતી 13 મહિલાઓને પોલીસે રેઈડ દરમિયાન રૂા.12,570 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામના બસ સ્ટેન્ડ સામે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ચાર શખસોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.10,200 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના ફીઝીયોથેરાપી કોલેજ સામે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા 13 મહિલાઓને પોલીસે રેઈડ દરમિયાન રૂા.12,570 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો, કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામના બસ સ્ટેન્ડ સામે આવેલા પાણીના ટાંકા પાછળ જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા મીત નિલેશ બદાણી, દિપક ઉર્ફે કે.કે. પ્રફુલદાસ ગોંડલિયા, આરીફ નુરમામદ મોગલ, ફૈજલ આરીફ પોપટપૌત્રા નામના ચાર શખસોને રૂા.10,200 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular