જામનગર નજીક લાલપુર બાયપાસ પાસે વાહન ચેકિંગ દરમ્યાન ઇકો વાહનમાં ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી કરતાં ત્રણ શખસોને 13 ઘેટાં-બકરાઓ સાથે ઝડપી લઇ પશુઓને મુકત કરાવ્યા હતા.
બનાવની વિગત મુજબ જામનગરનજીક લાલપુર બાયપાસ પાસે ટ્રાફિક શાખા દ્વારા ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે દરમ્યાન બુધવારે શંકાસ્પદ પસાર થતી જી.જે-10બીજી-3805 નંબરની ઇકો કારને પીઆઇ એમ.બી. ગજજર, પી.એસ.આઇ. એ. એચ. ચોવટ, હે.કો. મહેન્દ્રસિંહ ઝાલા, હે.કો. ટી.આર.બી. જવાન રામસી ગોહિલ અને રાજદિપસિંહ ઝાલા સહિતના સ્ટાફે ઇકોમાં ચેકિંગ કરતાં પાછળના ભાગમાં એક મોટો બકરો અને છ નાના બકરા તથા બે મોટા ઘેટા અને 4 નાના ઘેટાં સહિત 13 ઘેટા બકરાઓને ક્રુરતાપૂર્વક લઇ જવાતા હોવાનુ જણાતાં પોલીસે 13 ઘેટા બકરાઓન મુકત કરાવ્યા હતા અને આ ઘેટા બકરાઓને લઇ જતા 3 શખસોની ધરપકડ રી ઘેટા બકરાઓને જીવદયા પ્રેમી સંસ્થા વી.કે. ફાઉન્ડેશનને સોંપી આપ્યા હતા.