ધ્રોલ તાલુકાના ખાખરા ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે રૂા.10,300 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. સીક્કામાંથી તીનપતિ રમતા ચાર શખ્સોને રૂા.3800 ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામજોધપુર તાલુકાના મહિકી ગામમાંથી જૂગાર રમતા ચાર શખ્સોને રૂા.4220 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો, ધ્રોલ તાલુકાના ખાખરા ગામમાં લાઈટના થાંભલા નીચેથી તીનપતિનો જૂગાર રમતા ટીસુભા બટુકભા જાડેજા, હેમતસિંહ કરણુભા જાડેજા, વિપુલસિંહ ઉર્ફે ઘોઘુભા રમજુભા જાડેજા નામના ત્રણ શખ્સોને રૂા.10300 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. બીજો દરોડો, જામનગર તાલુકાના સીક્કા ગામમાંથી તીનપતિ રમતા ઈરફાન અબ્બાસ ભગાડ, અસગર ઈસા મેપાણી, સાગર છગન પરમાર, અનવર અબ્દુલ ધાવડા નામના ચાર શખ્સોને રૂા.3800 ની રોકડ અને ગંજીપના સો ઝડપી લીધા હતાં.
ત્રીજો દરોડો, જામજોધપુર તાલુકાના મહિકી ગામ તરફના માર્ગ પર વોંકળાના કાંઠે જાહેરમાં ગંજીપાના વડે જૂગાર રમતા અશોક વાલજી કુડેચા, ભીખા ઘેલા ડાભી, ભૂપત સંગ્રામ કુડેચા, કમલેશ નટુભાઈ ચૌહાણ નામના ચાર શખ્સોને રૂા.4220 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં તેમજ નાશી ગયેલા ચંદુ ઉર્ફે જેસા બાબુ ચૌહાણની શોધખોળ આરંભી પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ચોથો દરોડો, જામજોધપુર તાલુકાના વાંસજાળિયા ગામમાંથી જૂગાર રમતા અબ્દુલ સુલેમાન કેસુર, સમીર અબુ ચાવડા નામના બે શખ્સોને રૂા.1490 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ નાશી ગયેલા સબીર સલીમ ચાવડાની શોધખોળ આરંભી ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.