છેલ્લા ચાર વર્ષથી માછીમારી ના ધંધાના વિકાસ અર્થે રૂ. 12 થી 13 કરોડના ખર્ચે ફીશરીઝ હાર્બરમાં ઓકસન હોલ બનાવેલ છે. છેલ્લા ચાર વર્ષ થી બની ને પડેલ છે તેનુ ઓપનીંગ પણ કરવામા આવેલ નથી. ઓપનીગ પહેલા વિવિધ વસ્તુઓ સડવા માંડી છે. સ્લેબ ભરવામા આવેલ છે તેમાંથી પણ વરસાદી પાણી પડે છે. ફીશરીઝ હાર્બર એરીયા તેમજ આજુબાજુ એરીયામાં લાઇટ ની વ્યવસ્થા છે પણ ચાલુ નથી. બંદર એરીયા મા હાઇમાસ્ક ટાવર હોવા છતા પણ બંધ હાલત માં છે.
છેલ્લા ઘણાં સમય થી માછીમારોની કિંમતી વસ્તુની ચોરી પણ થાય છે. પોલીસ ફરીયાદ કરવામાં આવેલ હતી. સુભાષનગરના સામેનો વિસ્તાર છે તે ગુજરાત મેરીટાઇમ બોર્ડ હસ્તકનો છે અને જાવર વિસ્તાર તરીકે ઓળખાય છે,ત્યાં માછીમારોની બોટનો સામાન અને સુકી માછલીઓ રાખવાના ગોડાઉન તેમજ દંગા આવેલ હોય છે તે વિસ્તારમાં પણ ચોરી થાય છે આ વિસ્તાર ડાયમંડ કાંટા થી જાવર સ્મશાન સુધી આજ સુધી લાઇટ કે રસ્તા ની વ્યવસ્થા કરવામાં આવેલ નથી.
આ બંને વિસ્તાર જીએમબી તેમજ ફીશરીઝ વિભાગની જવાબદારીઓમા આવતા હોય છે. માછીમારો તેમજ વેપારીઓ આ જગ્યા નુ ભાડુ પણ સરકારના નિયમ મુજબ ભરે છે. જેથી આ વિસ્તારોમાં તાકીદે સુવિધા ઉભી કરવામાં આવે તેમજ ઓક્શન હોલનું વહેલી તકે લોકાર્પણ કરવામાં આવે તેવી ભાજપના પૂર્વ પ્રદેશ કારોબારી સદસ્ય સુનિલભાઈ ગોહેલએ મુખ્યમંત્રીને પત્ર દ્વારા રજુઆત કરી છે.