જામનગર શહેર અને જિલ્લા સહિત સમગ્ર દેશમાં કોરોના સંક્રમણે ભયાનક રૂપ ધારણ કર્યું છે.અને આ મહામારીમાં સંક્રમિત લોકોનો આંકડો રોજ બે લાખથી વધુ સુધી પહોંચી ગયો છે.અને રાજ્યમાં છેલ્લાં 24 કલાક દરમ્યાન 9152 પોઝિટિવ કેસ નોંધાયા છે આ મહામારીનું સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા જામનગર સહિત રાજ્યના 20 શહેરોમાં રાત્રીના 8 થી સવારના 6 વાગ્યા સુધીનો કરફ્યુ લાદવામાં આવ્યો છે. આજે જામનગર શહેરમાં રાત્રી કારફ્યુનો 12 મો દિવસ છે અને રાત્રીના સમયે શહેરીજનો દ્વારા કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે