Saturday, December 6, 2025
Homeસમાચારઆંતરરાષ્ટ્રીય122 કરોડની નંબર પ્લેટ !

122 કરોડની નંબર પ્લેટ !

દુબઇમાં સૌથી મોંઘી નંબર પ્લેટની હરાજી કરવામાં આવી હતી. જેમાં કેટલાક નંબર કરોડો રૂપિયાના ભાવમાં વેચવામાં આવ્યા હતી. પી7 નંબર પ્લેટ આ હરાજીમાં સૌથી મોંઘા ભાવે વેચવામાં આવ્યો હતો. આ નંબર પ્લેટની વેચાણ કીંમત એટલી વધારે છે કે આ રકમમાંથી મુંબઇના પોશ વિસ્તારમાં કરોડો રૂપિયાનું ફલેટ ખરીદી શકાય.દુબઇમાં મોસ્ટ નોબલ નંબર્સની હરાજી દરમિયાન કારની નંબર પ્લેટ પી7 વિક્રમજનક 5.5 કરોડ દિરહામ એટલે કે 1,22,61,44,700 રૂપિયામાં વેચવામાં આવી હતી. હરાજીમાં આ નંબરની બોલી 1.5 કરોડ દિરહમથી થઇ હતી. થોડીક જ સેક્ધડોમાં આ બોલી ત્રણ કરોડ દિરહમ સુધી પહોંચી ગઇ હતી. જો કે 3.5 કરોડ દિરહામ પર જઇને આ બોલી થોડાક સમય માટે રોકાઇ ગઇ હતી. જો કે ત્યારબાદ આ બોલી 5.5 કરોડ દિરહામ પર પહોંચી ગઇ હતી.

- Advertisement -

જુમેરાની ફોર સિઝન નામની હોટેલમાં થયેલ આ કાર્યક્રમમાં અન્ય વીઆઇપી નંબર પ્લેટ અને ફોન નંબરની પણ હરાજી કરવામાં આવી હતી. હરાજી દ્વારા લગભગ 10 કરોડ દિરહમ (2.7 કરોડ ડોલર) એકત્ર કરવામાં આવ્યા હતાં. જે રમઝાન દરમિયાન લોકોને જમાડવા માટે આપવામાં આવશે. કારની નંબર પ્લેટો અને એક્સકલુસિવ મોબાઇલ નંબરોની હરાજીથી કુલ 9.792 કરોડ દિરહામ મળ્યા છે.

અમીરાત ઓક્શન, દુબઇના સડક અને પરિવહન ઓથોરિટી તથા ટેલિકોમ કંપનીઓ એતિસલાત તથા ડૂ દ્વારા આ હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અગાઉ 2008માં એક ઉદ્યોગપતિએ અબુ ધાબીની નંબર 1 પ્લેટ માટે 5.22 કરોડ દિરહામની બોલી લગાવી હતી. આ હરાજીથી થયેલ એકત્ર થયેલ રકમ વન બિલિયન મીલ્સ અભિયાનને સોંપી દેવામાં આવશે. જેની સ્થાપના વૈશ્ર્વિક ભૂખમરાને દૂર કરવાના ઉદ્દેશથી કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular