જામનગર શહેર સુન્નિ-મુસ્લિમ સમાજની સૌથી મોટી વકફ સંસ્થા જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડની ચૂંટણી ટાઉનહોલમાં યોજાઈ હતી. ગઇકાલે ટાઉનહોલમાં બેલેટ પેપરથી યોજાયેલી ચૂંટણીમાં 100 ટકા મતદાન થયું હતું. ચૂંટણીમાં કુલ 24 ઉમેદવારો મેદાનમાં હતાં. જેમાંથી 12 ઉમેદવારો વિજેતા થતાં ટ્રસ્ટી તરીકે ચૂંટાયા હતાં.
જૂમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના 12 ટ્રસ્ટીઓની ચૂંટણી માટે 20 એપ્રિલ સુધી ઉમેદવારી પત્ર ચૂંટણી કમિશનર હાજી હસન ભંડેરીની ઓફીસે ફોર્મ ભરાયા બાદ 21મીએ ઉમેદવારી પત્રની ચકાસણી કરવામાં આવી હતી. ત્યારબાદ રવિવારે 11 વાગ્યાથી મતદાન નો પ્રારંભ થયો હતો. જે બપોરે 4 વાગ્યા સુધી ટાઉનહોલમાં મતદાન યોજાયું હતું. મતદાન પૂર્ણ થયા બાદ મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં લુસવાલા અ. રશિદ, મકવાણા મહેબુબ અલી, ખફી મુસ્તાક આમદભાઇ, ઘોરી અસરફઅલી મોહમદ, વાંગીદા અખતર ઇસ્માઇલ, સરગઠ ઓળમાણ સુલેમાન, મીઠવાણી હાજી રજાક, સાટી શબ્બીર યુસુફભાઇ, ટીચુક કાસમ મહમ્મદભાઇ, ગડા વસીમ હુશેનભાઇ, શેખ ગુલામ દસ્તગીર ઝહીર અને લુહાર ઉંમરભાઇ નથુભાઇ વિજેતા થયા હતાં.
ચૂંટણી સુચારૂરૂપથી યોજાઇ તે માટે ચૂંટણી કમિશનર તરીકે નિયુકત વકિલ હાજી હસન ભંડેરી તેમજ શહેર ચુંટણી કમિશ્ર્નર ફારૂખ એચ. રિંગણીયા તથા જામ્યુકોના પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફી તેમજ ચુંટણી સહાયકો તરીકે જાહીદ સર પંજા, યુસુફભાઇ ખફી, એડવોકેટ હમીદભાઈ દેદા, ઈબ્રાહિમભાઈ સીદી, ગુલજારભાઇ ખીર, અબરારભાઈ ગજિયા, ડોકટર ઝાહીદભાઈ રાઠોડની નિમણુંક કરવામાં આવી હતી.