Tuesday, September 17, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં જૂગાર રમતા ચાર મહિલા સહિત 12 શખ્સો ઝડપાયા

જામનગર જિલ્લામાં જૂગાર રમતા ચાર મહિલા સહિત 12 શખ્સો ઝડપાયા

ગીંગણીના વાડી વિસ્તારમાંથી 25,520 ની રોકડ સાથે પાંચ ખેલંદા ઝબ્બે : લાલવાડી વિસ્તારમાંથી ચાર મહિલા સહિત છ શખ્સો જૂગાર રમતા ઝડપાયા: પ્રણામી ટાઉનશીપ પાસેથી વર્લીબાજ ઝડપાયો

- Advertisement -

જામજોધપુર તાલુકાના ગીંગણી ગામના વાડી વિસ્તારમાં રમાતા તીનપતિના જૂગાર સ્થળે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન રૂા.25,520 ની રોકડ રકમ અને ગંજીપના સાથે પાંચ શખ્સોને ઝડપી લીધા હતાં. જામનગરના લાલવાડી અટલ આવાસના પાર્કિંગમાં તીનપતિનો જૂગાર રમતા ચાર મહિલા સહિત છ શખ્સોને સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી લીધા હતાં. જામનગરમાં પ્રણામી ટાઉનશીપ પાસેથી પોલીસે વર્લીમટકાના આંકડા લખતા શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામજોધપુર તાલુકાના ગીંગણી ગામના વાડી વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની પો.કો. મયુરસિંહ જાડેજા, નવલભાઈ આસાણી, મનહરસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી આર બી દેવધાના માર્ગદર્શન હેઠળ પીઆઈ વાય.જે.વાઘેલા, પીએસઆઈ એમ.એલ. ઓડેદરા, હેકો પી પી જાડેજા પો.કો.નવલભાઈ આસાણી, મનહરસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, કૌશિકભાઈ કાંબરીયા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન દિપક ખીમજી કાલરીયા, અનિલ બાબુ કારાવડિયા, મહેન્દ્ર પોપટ હીંગરાજીયા, મનોજ વલ્લભ સાપરીયા, અશોક ભગવાનજી આલોદરા નામના પાંચ શખ્સોને રૂા.25,520 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

બીજો દરોડો, જામનગર શહેરમાં લાલવાડી 9 અટલ આવાસ બ્લોકના પાર્કિંગમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની હેકો રવિરાજસિંહ જાડેજા, પો.કો. વિક્રમસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઈ એન.એ.ચાવડા, પીએસઆઇ એમ.એન. રાઠોડ, એએસઆઈ કે.પી. જાડેજા, હેકો. દેવાયતભાઈ કાંબરીયા, મહિપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરીયા, સુનિલભાઈ ડેર, પો.કો. ખોડુભા જાડેજા, વિજય કાનાણી, રવિભાઈ શર્મા, વિક્રમસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ડોડિયા અને યોગેન્દ્રસિંહ સોઢા, રાકેશ ચૌહાણ, હિતેશ સાગઠિયા, ઋષિરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન સલીમ હુશેન બુખારી, પ્રકાશ હિતેશ મહેતા અને ચાર મહિલા સહિત છ શખ્સોને રૂા.10630 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

ત્રીજો દરોડો, જામનગર શહેરમાં પ્રણામી ટાઉનશીપના ગેઈટ પાસેથી વર્લીના આંકડા લખતા શખસ અંગે હેકો શૈલેષ ઠાકરીયા, પો.કો. હિતેશ સાગઠીયા ને મળેલી બાતમીના આધારે પીઆઈ એન.એ. ચાવડા તથા સ્ટાફ દરમિયાન રેઈડ દરમિયાન પ્રફુલ્લ નરોતમ સોલંકી નામના શખ્સને રૂા.10620 ની રોકડ રકમ અને વર્લીના સાહિત્ય સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular