Thursday, January 9, 2025
Homeરાજ્યજામનગરબે જૂગાર દરોડામાં 12 શખ્સો જુગાર રમતા ઝડપાયા

બે જૂગાર દરોડામાં 12 શખ્સો જુગાર રમતા ઝડપાયા

ધ્રોલ તાલુકાના ધરમપુર ગામની સીમમાંથી છ શખ્સોને રૂા.17,310 ના મુદ્દામાલ સાથે ઝડપી લેતી પોલીસ : જામનગરના ગોકુલનગર પાણાખાણમાંથી છ પતાપ્રેમીઓ ઝડપાયા

- Advertisement -

ધ્રોલ તાલુકાના ધરમપુર ગામની સીમમાંથી છ શખ્સોને ધ્રોલ પોલીસે તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.17310 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જામનગર શહેરના ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાંથી સિટી સી ડીવીઝન પોલીસે તીનપીતનો જૂગાર રમતા રૂા.11,550 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો ધ્રોલ તાલુકાના ધરમપુર ગામની સીમમાં ભીખાભાઈ વાઘેલાની વાડીની બાજુમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની ધ્રોલના પો.કો. વનરાજભાઇ ગઢાદરા તથા જગદીશભાઇ જોગરાણાને મળેલી બાતમીના આધારે રેઈડ દરમિયાન ભીખા સામજી વાઘેલા, જીતેન્દ્ર મનસુખલાલ જોતાપર, ભાવેશ પુના અગેસાણીયા, સંજય બાબુ તરાવીયા, દિલીપ નાનકુ સંગાડા તથા કિશોર જેસીંગ બારોટ નામના છ શખ્સોને જૂગાર રમતા ઝડપી લઇ તેમના કબ્જામાંથી રૂા.17,310 ની રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

બીજો દરોડો, જામનગર શહેરના ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની સીટી સી ના પો.કો. હોમદેવસિંહ જાડેજા તથા હર્ષદભાઈ પરમાર, મહાવીરસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે સીટી સી પોલીસે જામનગર ગોકુલનગર પાણાખાણ શેરી નં.4 – 5 પાસેથી મુકેશ કરમશી સોલંકી, મેહુલ નરેશ સવનીયા, અરવિંદ કરણ ચાવડા, રાકેશ રમેશ લીલાપરા, રાજુ કરણ ચાવડા તથા સંજય અશોક વાઘોણા નામના છ શખસોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.11,550 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular