Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયવૈષ્ણોદેવી મંદિરમાં બેકાબુ ભીડનો આ વિડીઓ જુઓ,  ભાગદોડમાં 12 લોકોના મોત

વૈષ્ણોદેવી મંદિરમાં બેકાબુ ભીડનો આ વિડીઓ જુઓ,  ભાગદોડમાં 12 લોકોના મોત

મૃતકોના પરિજનોને 12 લાખની સહાયની જાહેરાત

- Advertisement -

નવા વર્ષની શરૂઆત સાથે જ જમ્મુ-કાશ્મીરમાં આજે સવારે એક મોટી દુર્ઘટના ઘટી છે. માતા વૈષ્ણોદેવીના મંદિરમાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે. જ્યારે 14 લોકો ઘાયલ થયા છે. આ તમામ ભક્તો નવા વર્ષ નિમિત્તે માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને અન્ય લોકોએ આ અકસ્માત પર દુખ વ્યક્ત કર્યું છે. મૃતકના નજીકના સંબંધીઓને વળતરની પણ જાહેરાત કરવામાં આવી છે. આ ઘટના લગભગ સવારે 2:45 વાગ્યે બની હતી અને પ્રારંભિક અહેવાલો મુજબ એક દલીલ થઈ હતી જેના પરિણામે લોકોએ એકબીજાને ધક્કો માર્યો હતો અને પછી ભાગદોડ મચી ગઈ હતી.

- Advertisement -

 

- Advertisement -

કેન્દ્ર સરકારે મૃતકોનાં પરિવારજનોને રૂ. 2 લાખ અને ઘાયલોને 50 હજાર વળતર આપવાની જાહેરાત કરી છે. જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિંહાએ મૃતકોનાં પરિવારજનોને 10-10 લાખ રૂપિયા અને ઘાયલોને 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ઘાયલોના સારવારનો ખર્ચ શ્રાઈન બોર્ડ ઉઠાવશે.

આ દુર્ઘટના બાદ અધિકારીઓએ થોડા કલાકો માટે યાત્રા સ્થગિત કરી દીધી હતી પરંતુ શનિવારે સવારે 8:00 વાગ્યાથી યાત્રા ફરી શરૂ કરી દેવામાં આવી છે અને ફરી શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular