Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયરાજસ્થાનમાં વાવાઝોડા સાથે ત્રાટકેલાં વરસાદે મચાવી તબાહી, 12નાં મોત

રાજસ્થાનમાં વાવાઝોડા સાથે ત્રાટકેલાં વરસાદે મચાવી તબાહી, 12નાં મોત

- Advertisement -

રાજસ્થાનમાં વાવાઝોડા સાથે ત્રાટકેલા મૂશળધાર વરસાદથી ભારે તબાહી મચી હતી. રાજ્યના ટોંક જિલ્લામાં આંધી અને વાવાઝોડા સંબંધિત અલગ અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. રાજ્યમાં જયપુર સહિત અનેક સ્થળો પર વીજળી અને પાણીનો સપ્લાય બંધ થઈ ગયો હતો. ગુરુવારની રાત્રે તોફાની પવનો સાથે જિલ્લામાં અનેક સ્થળોએ ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે માનવજીવન અને મકાનોને ભારે નુકસાન થયું હતું.

- Advertisement -

જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મહત્તમ 96 કિમી પ્રતિ કલાકની ઝડપના પવન સાથે વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગે શુક્રવારે રાજ્યમાં અનેક સ્થળોએ ઓરેન્જ એલર્ટ જારી કર્યો હતો. તેમાં ભારે વરસાદ અને 50-60 કિમી પ્રતિ કલાકની સ્પીડના પવનો સાથે ભારે વાવાઝોડાની ચેતવણી અપાઈ હતી. કેટલાંક સ્થળોએ કરા પડવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ હતી. ટોંક જિલ્લા કલેક્ટર ચિન્મયી ગોપાલે જણાવ્યું હતું કે સમગ્ર ટોંક જિલ્લામાંથી 12 લોકોના મૃત્યું નોંધાયા હતા ટોંક શહેરમાં ત્રણ, નિવાઈ બ્લોકમાં ત્રણ, માલપુરા અને દેવલીમાં બે-બે તથા ટોડા રાય સિંહ અને ઉનિયારા એક-એક વ્યક્તિનું મોત થયું હતું. ઘાયલ લોકોને જિલ્લાની વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, અમુક સ્થળોએ પાણી અને વીજળીનો સપ્લાય બંધ થઈ ગયો હતો,જેને વહીવટીતંત્ર પુન:સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. રાત્રિથી સક્રિય રહેલા ફિલ્ડ સ્ટાફ વરસાદ અને વાવાઝોડાને કારણે થયેલા કુલ નુકસાનનું આકલન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. રિપોર્ટ તૈયાર થઈ ગયા પછી સરકારી નિયમો અનુસાર પાત્ર વ્યક્તિઓને વળતર આપવામાં આવશે.ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને રાહત સચિવ પીસી કિશને જણાવ્યું હતું કે મૃતકોને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (એસડીઆરએફ)માંથી રાહત આપવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular