Saturday, January 10, 2026
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી દારૂની 12 બોટલ જપ્ત

જામનગર શહેરમાંથી દારૂની 12 બોટલ જપ્ત

જામનગર શહેરમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તે દરમિયાન તળાવની પાળ નજીકથી બાઈક માંથી દારૂની 11 બોટલ જપ્ત કરી એક શખ્સની ધરપકડ કરી ફરારી આરોપીની તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત દિગ્વિજય પ્લોટ શેરી નં.49 નજીકથી દારૂની બોટલ સાથે એક શખ્સને ઝડપી લઇ પોલીસે ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જામનગરમાં તળાવની પાળ નજીક પોલીસ ચેકિંગમાં હતી તે દરમિયાન મનોજભાઈ કાલીદાસ રામાવત નામનો શખ્સ હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઈકલ જેના નં-જીજે-10-એએન-0252માં દારુની 11 બોટલ લઇ નીકળતા પોલીસે રૂ.4400ના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી પૂછપરછમાં ભરતભાઈ ઉર્ફે ડાડો છગનભાઈ બાંભણીયાનું નામ ખુલતા તેની તપાસ હાથ ધરી બને વિરુધ સીટી એ પોલીસ મથકે ગુન્હો નોંધ્યો હતો.

જામનગરના દિગ્વિજય પ્લોટ શેરી નં.49 નજીકથી પોલીસે સાગર હંસરાજ હુરબડા નામના શખ્સને દારૂની 1 બોટલ સાથે ઝડપી લઇ ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular