Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયરાષ્ટ્રપતિ પદ માટે 115 દાવેદારો

રાષ્ટ્રપતિ પદ માટે 115 દાવેદારો

- Advertisement -

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ ગઇકાલે પૂરી થઈ. અંતિમ દિવસ એટલે કે 29 જૂન સુધી કુલ 115 ઉમેદવારીપત્રો ભરાયા હતા. તેમાંથી 87 નામાંકન ચકાસણી માટે બાકી છે. આ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે.

- Advertisement -

સૂત્રોએ જણાવ્યું હતું કે કુલ 115 ઉમેદવારીપત્રોમાંથી 28 ઉમેદવારોના નામ સાથે મતદાર યાદી રજૂ ન કરવાને કારણે નામંજૂર કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે બાકીના 87 નોમિનેશન 72 ઉમેદવારોના છે જેની ગુરુવારે ચકાસણી કરવામાં આવશે. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સના ઉમેદવાર દ્રૌપદી મુર્મું અને સંયુક્ત વિરોધ પક્ષના યશવંત સિંહા ઉમેદવારી પત્રો ભરનારાઓમાં સામેલ છે. ચૂંટણીમાં દ્રૌપદી મુર્મું અને યશવંત સિંહા મુખ્ય ઉમેદવાર છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular