ચીનમાં કોરોનાના કેસ વધવાની સાથે ભારત, જાપાન, બ્રિટન અને અમેરિકા જેવા દેશોમાં પણ ચેપ ફેલાવાનો ખતરો તોળાઈ રહ્યો છે. દરમિયાન કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે 11 દિવસમાં દેશમાં આવેલા 124 આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓમાં ઓમિક્રોનના 11 સબ-વેરિયન્ટ મળ્યા છે.
ડિસેમ્બર મહિનામાં ચીનની 40% વસતિ કોરોનાથી સંક્રમિત થઈ છે. ચીનના રોગચાળાના નિષ્ણાત ઝેંગ ગુઆંગનો દાવો છે કે અહીંના દરેક શહેરના લગભગ 50% લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ચીની હેલ્થ એજન્સીના લીક થયેલા દસ્તાવેજમાં સામે આવ્યું છે કે 1 ડિસેમ્બરથી 20 ડિસેમ્બરની વચ્ચે 25 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.
દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. 5 જાન્યુઆરીના ડેટા અનુસાર, દેશમાં કોરોનાના 188 નવા કેસ નોંધાયા છે. ત્યાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં.
પશ્ચિમ બંગાળમાં ઓમિક્રોન સબ-વેરિયન્ટ ઇઋ.7ના ચાર નવા કેસ મળ્યા છે. આ લોકો તાજેતરમાં જ અમેરિકાથી પરત ફર્યા હતા. ચારમાંથી ત્રણ લોકો એક જ પરિવારના છે અને નાદિયા જિલ્લાના વતની છે, જ્યારે એક વ્યક્તિ બિહારની છે, પરંતુ હાલમાં કોલકાતામાં રહે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એ ડઇઇ.1.5 વેરિયન્ટને લઈને ચેતવણી જારી કરી છે. ઠઇંઘ ડોક્ટર મારિયા વાન કેરખોવના જણાવ્યા અનુસાર, આ વેરિયન્ટ અત્યારસુધીમાં 29 દેશમાં જોવા મળ્યો છે. તેમણે કહ્યું હતું કે આ વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને જૂના વેરિયન્ટને રિપ્લેસ કરી રહ્યો છે. આ કારણે વિશ્વમાં કોરોનાની નવી લહેર આવવાનું જોખમ વધી ગયું છે.