જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ નજીકથી બે શખ્સોને કાટછાપનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.10104 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જામનગર શહેરમાં પવનચકકી વિસ્તારમાંથી તીનપતિનો જૂગાર રમતા પાંચ મહિલાને પોલીસે ઝડપી લઇ રૂા.6510 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જામનગરના કાલાવડ નાકા બહારના વિસ્તારમાંથી પોલીસે રૂા.4600 ના મુદ્દામાલ સાથે એક શખ્સને વર્લીના આંકડા પર જુગાર રમતા ઝડપી લઇ તેની સામે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જામનગરના દરેડ નજીકથી ત્રણ શખ્સોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.2090 નો મુદ્દામાલ કબ્જે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ પાસે અમુલ પાર્લરની બાજુમાં જાહેરમાં કાટછાપનો જૂગાર રમી પૈસાની હારજીત કરાતી હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન અકરમ હુશેન સમાણી અને મોઇન ફારૂક બ્લોચ નામના બે શખ્સોને રૂા.10,100 ની રોકડ તથા બે રૂપિયાના બે સીક્કા મળી કુલ રૂા.10,104 સાથે ઝડપી લઇ બન્ને વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરમાં પવનચકકી બાવાવાળ નજીક જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે દરોડા દરમિયાન પાંચ મહિલાઓને ઝડપી લઇ રૂા.6,510 ની રોકડ તથા ગંજીપના સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામનગરના કાલાવડ નાકા બહાર કલ્યાણચોક પુલ પાસે જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરાતા સ્થળે પોલીસે રેઈડ દરમિયાન મોસીન ઈકબાલ પઠાણ નામના શખ્સને ઝડપી લઇ રૂા. 4,600 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોથો દરોડો, જામનગર તાલુકાના દરેડ ગામ પાસે મસીતિયા રોડ પર આલ્ફા સ્કુલ પાસે જાહેરમાં જૂગાર રમી પૈસાની હારજીત કરાતી હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે દરોડા દરમિયાન સોહીલ રફિક અંસારી, કાલીચરણ રામખીલાડી જાટવ, નિજામુદ્દીન આત્મજ સુકા નામના ત્રણ શખ્સોને રૂા.2,090 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


