કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામેથી પોલીસે તળાવના કાંઠે બેસીને જાહેરમાં જુગાર રમી રહેલા પોલા લાખા ગોરાણીયા, જેઠા પરબત ગોરાણીયા, કાના કારા ગોરાણીયા, બાલુજી રાજાજી ઓડેદરા, કેશુ સામત ગોરાણીયા અને જેઠા કારા ગોરાણીયા નામના છ શખ્સોને ઝડપી લઇ, કુલ રૂપિયા 11,440 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
અન્ય એક દરોડામાં રાવલ ગામેથી કાના હરદાસ ગામી, ભીમા લખુ સોલંકી, કનુ કેશવ પરમાર, મસરી કારા ગામી અને કરસન વાલા મકવાણા નામના પાંચ શખ્સોને ઝડપી લઇ, પોલીસે રૂપિયા 10,050 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ કાર્યવાહી કરી હતી.