Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરત્રણ જૂગાર દરોડામાં 11 શખ્સો ઝડપાયા

ત્રણ જૂગાર દરોડામાં 11 શખ્સો ઝડપાયા

જામનગર શહેરમાં પટેલ સમાજ પાસેથી બે શખ્સોને એકીબેકીનો જૂગાર રમતા ઝડપી લેતી પોલીસ : વનાણા ગામની સીમમાંથી છ શખ્સો અને સાપર ગામેથી ત્રણ શખ્સો તીનપતિનો જૂગાર રમતા ઝડપાયા

- Advertisement -

જામનગર શહેરમાં પટેલસમાજના ગેઈટ પાસેથી પોલીસે બે શખ્સોને રૂા.10260 ની રોકડ રકમ સાથે એકી બેકીનો જૂગાર રમતા ઝડપી લીધા હતાં. જામજોધપુરના શેઠવડાળ ગામે પોલીસે છ શખ્સોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.3410 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જામનગરના સાપર ગામે ત્રણ શખ્સો તીનપતિનો જૂગાર રમતા ઝડપાયા હતાં.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર શહેરમાં પટેલ સમાજના ગેઈટ પાસે જાહેરમાં જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી એ પોલીસે ભરત હસમુખ રાયઠઠ્ઠા તથા દિપેશ પ્રાણજીવન લાલ હેડાવ નામના બે શખ્સોને રૂા.10260 ની રોકડ રકમ સાથે ચલણી નોટોના નંબર પર એકી બેકીનો જૂગાર રમતા ઝડપી લઇ જૂગાર ધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

બીજો દરોડો, જામજોધપુરના શેઠવડાળામાં વનાણા ગામની સીમમાં ડેમના કાંઠે વિરમભાઈ રાઠોડની વાડીના સેઢે તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન વિરમ પાલા રાઠોડ, અમિત મુળજી મકવાણા, જેઠા પુંજા ભાંભી, વિમલ જીવા મકવાણા, પ્રફુલ્લ મનસુખ વારસાકીયા તથા સુભાષ અરજણ રાઠોડ નામના છ શખ્સોને રૂા.3410 ની રોકડ રકમ સાથે તીનપતિનો જૂગાર રમતા ઝડપી લીધા હતાં.

- Advertisement -

ત્રીજો દરોડો, જામનગરના સાપર ગામે તળાવની પાળી ઉપર જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન અમિત રણછોડ સોલંકી, મહેશ રમેશ સોલંકી તથા વિશાલ દિલીપ સોલંકી નામના ત્રણ શખ્સોને રૂા.1270 ની રોકડ રકમ સાથે તીનપતિનો જૂગાર રમતા ઝડપી લીધા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular