ભાણવડ તાલુકાના ભેનકવડ ગામે સ્થાનિક પોલીસે જૂગાર દરોડો પાડી, સાલેમામદ તૈયબ ઉનરાણી, ઈશાક જુસબ ઉનરાણી, જુમા મુસા હિંગોરા, હુસેન આમદ હિંગોરા અને હનીફ મુસા ઉનરાણી નામના પાંચ શખ્સોને ઝડપી લઇ, રૂા.10,320 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દ્વારકા પોલીસે રૂક્ષ્મણીનગર વિસ્તારમાંથી નિતીન બાબુ મરાઠી અને બે મહિલા સહિત ત્રણ વ્યક્તિઓને જૂગાર રમતા ઝડપી લઇ કુલ રૂા.11,160 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ઉપરાંત રેતવા પાડામાંથી પોલીસે હસમુખ સના સોલંકી, જયદેવ નારણ ગઢવી અને માલદે રાજા ગઢવી નામના ત્રણ શખ્સોને રૂા. 15,180 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ પ્રકરણમાં અરજણ ડુંગર માતકા નામનો શખ્સ ફરાર જાહેર થયો છે.