Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયદુર્ઘટના : જીવતા વાયરને મંદિરનો રથ અડી જતાં 11ના મોત

દુર્ઘટના : જીવતા વાયરને મંદિરનો રથ અડી જતાં 11ના મોત

તામિલનાડુના તંજાવુર જિલ્લામાં વહેલી સવારે રથયાત્રાના સરઘસ દરમ્યાન સર્જાઇ કરૂણાંતિકા : મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ : પ્રધાનમંત્રી મોદીએ મૃતકોના પરિજનોને પાઠવી સાંત્વના : મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલીને કરી ઘાયલોની મુલાકાત

- Advertisement -

તમિલનાડુના તંજાવુર જિલ્લાના એક મંદિરમાં બુધવારે સવારે રથયાત્રા સરઘસ દરમિયાન કરંટ લાગવાને કારણે ઓછામાં ઓછા 11 લોકોના મોત થઈ ગયા છે. મૃત્યુ પામનાર લોકોમાં બે બાળકો પણ સામેલ છે. પોલીસે જણાવ્યું કે, આ ઘટના ત્યારે બની જ્યારે લોકો મંદિરની પાલખી પર ઊભા હતા. પાલકી કાલીમેડુના અપ્પર મંદિરમાં એક હાઈ-ટ્રાંસમિશન લાઈનને અડી ગઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે, મંદિરની પાલખીને વાળતી વખતે ઓવરહેડ લાઈનને અડી જવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો.

- Advertisement -

અધિકારીઓએ જણાવ્યું કે, મૃતકોમાં બે બાળકો પણ સામેલ છે. તેમજ ગંભીર રીતે ઘાયલ ત્રણ સહિત 15 લોકોને સારવાર માટે તંજાવુર મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. તિરૂચિરાપલ્લીના સેન્ટ્રલ ઝોનના પોલીસ મહાનિરીક્ષક વી બાલક્રિષ્નને અકસ્માત વિશે જણાવ્યું છે કે, કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે.

પોલીસના જણાવ્યા અનુસાર ઘટના બુધવારે સવારે બની છે. કાલીમેડુના અપ્પર મંદિરમાં પાલકીની સાથે ઉભેલા લોકો અચાનક હાઈ-ટ્રાન્સમિશન લાઈનના સંપર્કમાં આવવાના પગલે આગ લાગી હતી. રાજ્યના સીએમ એમ કે સ્ટાલિને પીડિતોને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. જ્યારે ઘાયલ થયેલા લોકોને 50,000 રૂપિયાની મદદ આપવામાં આવશે.

- Advertisement -

અધિકારીઓએ જણાવ્યું કે ઉપરથી વીજળીના વાયરો જવાના કારણે મંદિરની પાલકીને પરત વળાવતી વખતે ભારે મુશ્કેલી સર્જાઈ હતી. તેમણે આ અંગે વધુમાં જણાવ્યું કે જે લોકોના મૃત્યુ થયા છે, તેમાં બે બાળકો પણ સામેલ છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. દાઝેલા લોકોને તંજાવુર મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. તિરુચિરાપલ્લી સેન્ટ્રલ ઝોનના ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ વી બાલકૃષ્ણાના જણાવ્યા અનુસાર હાલ આ મામલામાં કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે.

સમગ્ર ઘટનાનો વીડિયો બહાર આવ્યો છે. જેમાં રથ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત દેખાઈ રહ્યો છે. રથ લાઈવ વાયરના સંપર્કમાં આવવાના કારણે સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થયો છે. તેની તસ્વીર પણ બહાર આવી છે. આ તહેવારનું આયોજન તમિલનાડુમાં દર વર્ષે થાય છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો તેમાં ભાગ લે છે. એવામાં હાલ લોકોની સુરક્ષાને લઈને સવાલ સર્જાઈ રહ્યાં છે કે અહીં અચાનક જ લાઈવ વાયર કઈ રીતે આવ્યો અને કઈ રીતે રથ તેના સંપર્કમાં આવી ગયો કે આટલી મોટી સંખ્યામાં લોકોના મોત થયા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે કોઈ પણ દુર્ઘટનાથી બચવા માટે સામાન્ય રીતે મંદિરના રસ્તાનો પાવર સપ્લાઈ બંધ કરવામાં આવે છે. જોકે આ વખતે રથની ઉંચાઈ એટલી નહોતી કે તે હાઈ વોલ્ટેજ લાઈનને અડી શકે. તેના કારણે આ વખતે પાવર સપ્લાયને બંધ કરવામાં આવ્યો નહોતો. જોકે રથ પરના ડેકોરેશનના કારણે તેની ઉંચાઈ વધી જતા આ દુર્ઘટના બની છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular