Friday, April 25, 2025
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં 11 એએસઆઈને પીએસઆઈ તરીકે ખાતાકીય બઢતી

જામનગર જિલ્લામાં 11 એએસઆઈને પીએસઆઈ તરીકે ખાતાકીય બઢતી

જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા પીપીંગ સેરેમની

જામનગર જિલ્લામાં 11 જેટલા એએસઆઇને પીએસઆઈ તરીકે ખાતાકીય બઢતી મળતા જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા પીપીંગ સેરેમની યોજાઈ હતી.

- Advertisement -

જામનગર જિલ્લામાં ફરજ બજાવતા એએસઆઈની પીએસઆઈ તરીકે બઢતી થઈ છે. જેમાં સીટી એ ડીવીઝનના જાડેજા કરણસિંહ, સીટી બી ડીવીઝનના ચાવડા અજયભાઈ, સીટી બી ડીવીઝનના રાવલિયા વિરલભાઈ, સીટી બી ડીવીઝનના ચાવડા સરમણભાઈ, લાલપુર પોલીસ સ્ટેશનના વાઘેલા ચંપાબેન, સીટી સી ડીવીઝનના જોશી ધારાબેન, સીટી એ ડીવીઝનના ચાવડા હિતેશભાઈ, જોડિયા પોલીસ સ્ટેશનના જાડેજા રવિરાજસિંહ, પંચ બી ડીવીઝનના મોરી મનોજભાઈ, સીટી સી ડિવિઝનના ડુવા રાજશીભાઈ, જામજોધપુર પોલીસ સ્ટેશનના પરમાર ઉષાબા સહિતનાને એએસઆઈમાંથી પીએસઆઈ તરીકે બઢતી મળી છે. જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા પીપીંગ સેરેમની દ્વારા પ્રમોશન અપાયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular