Thursday, December 12, 2024
Homeરાજ્યજામનગર11 પરિવારમાં રોજગારીનો પ્રકાશ ફેલાવતો દિવ્યાંગ યુવાન - VIDEO

11 પરિવારમાં રોજગારીનો પ્રકાશ ફેલાવતો દિવ્યાંગ યુવાન – VIDEO

દિવ્યાંગ છતાં રોજગારી દ્વારા અનેક લોકોના જીવનમાં પ્રકાશ પાથર્યો : આ દિવડાનું ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં વેંચાણ: સ્નાતક કરેલા દિવ્યાંગે વર્ષ બેંકમાં પણ નોકરી કરી : 2013 થી માટીના દિવા બનાવવાનું શરૂ કર્યુ

- Advertisement -

પરિશ્રમ વગર લક્ષ્ય પ્રાપ્તિ અધૂરી છે. આ વાત જામનગરના અલિયાબાડા ગામે રહેતા યુવાને સાક્ષાત સાર્થક કરી બતાવી

- Advertisement -

લક્ષ્ય પ્રાપ્તિની ખેવના હોય તો સફળતા એક દિવસ જરૂર ગુલામ બને છે. આ કહેવતની જામનગરના અલિયાબાડા ગામે રહેતા યુવાને સાક્ષાત સાર્થક કરી બતાવી છે. તેઓ પોતે દિવ્યાંગ હોવા છતાં લાચારીવસ જીવન જીવવાને બદલે વ્યવસાય કરીને આજે 11 લોકોને રોજગારી આપી રહ્યો છે. હા આપણે વાત કરીએ છીએ દીવડાં બનાવવાનો વ્યવસાય કરતા દીપકભાઈ ઇડરીયા નામના યુવાનની. જે પોતે પગથી કમ્મર સુધી ખોડ ખાપણ ધરવતા હોવા છતાં લોકોને રોજગારી આપે છે.

- Advertisement -

પ્રકાશના પર્વ દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જેના વગર દિવાળીની ઉજવણી અધૂરી છે તેવા દીવડાંનું બજારમાં આગમન પણ થઈ ચૂક્યું છે અને આગામી સમયમાં તેની માંગમાં પણ વધારો થશે. ત્યારે જામનગરના અલીયાબાડા ગામે રહેતો યુવાન માત્ર જામનગરં જ નહિ પરંતુ ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યના દીવડાંનું વેચાણ કરે છે.

દીપકભાઈ ઇડરિયા નામના 41 વર્ષીય યુવાને જણાવ્યું કે તેમને ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો અને તેમને છ વર્ષ બેંકમાં નોકરી પણ કરી હતી. પરંતુ ત્યારબાદ તેમને વિચાર આવ્યો કે પોતાનો વ્યવસાય ઊભો કરવો છે. 2013 થી તેઓએ નોકરી છોડી વ્યવસાયના શ્રી ગણેશ કર્યા તેમણે માટીના દીવા બનાવવાનો કારખાનું શરૂ કર્યું. જેમાં પરિવારજનો અને ખાસ પત્નીના સાથ સહયોગથી સફળતા પણ મેળવી હતી. અત્યારે તે 50 થી 60 પ્રકારની જુદી-જુદી ડિઝાઈનવાળા દિવા બનાવે છે.

- Advertisement -

1 રૂપિયાથી લાઈને 4 રૂપિયા સુધીની કિંમતના દીવડાનું તેઓ વેચાણ કરે છે. સૌ પ્રથમ માટી એકઠી કર્યા બાદ તે ક્રશ કરીને મશીનમાં નાખી દિવા બનાવમાં આવે છે. દેવા તૈયાર થયા બાદ એમપી, યુપી, મહારાષ્ટ્ર સહિતના વિસ્તારમાં તેઓ વહેંચે છે. વર્ષમાં લગભગ 30 લાખ જેટલા દેવા વેચી તેવો 20 થી 25 લાખનું ટર્નઓવર ધરાવે છે. તેમના ખર્ચ અને કામદારોના પગાર મજૂરી સહિત બાદ કરતાં તેમની પાછળ ચારથી પાંચ લાખ રૂપિયા વર્ષે વધતા હોવાનું તેઓએ જણાવ્યું હતું. સાથે જ તેમના પરિવારજનોમાં તેમની પત્ની, બે દીકરીઓ ઉપરાંત તેમના માતા-પિતા અને ભાઈ ભાભી સાથે રહે છે. તેઓએ આ સફળતાનો શ્રેય તેમના પરિવારજનોને આપ્યો છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular