રાજ્યમાં આવતીકાલ તા. 17 ફેબ્રુઆરીએ રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી જામનગર સંચાલિત 10માં ખેલ મહાકુંભનો રાજ્યસ્તરે મુખ્યમંત્રીના હસ્તે અને રમત ગમત મંત્રીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી સાંજે 7:00 કલાકે અને જામનગર જિલ્લા કલેકટર કચેરી ખાતેથી કલેક્ટર જામનગરના હસ્તે જિલ્લા સ્તરે ખેલ મહાકુંભનો શુભારંભ કરાવવામાં આવશે.