Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર જીલ્લામાં 102% વેક્સીનેશન

જામનગર જીલ્લામાં 102% વેક્સીનેશન

97% લોકોએ બીજો ડોઝ લઇ લીધો : 61% તરુણોને પણ પ્રથમ ડોઝ આપી દેવાયો

- Advertisement -

જામનગર જીલ્લામાં 1 વર્ષથી વેક્સીનેશન અભિયાન ચાલી રહ્યું છે. જામનગર જીલ્લામાં 6લાખ 86 હજાર 190 લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ હતો જેની સામે 7 લાખ 811 લોકોને વેક્સિન આપવામાં આવી છે. એટલે કે 102% વેક્સીનેશન થયું છે.

- Advertisement -

જામનગરમાં આજે રોજ પ્રભારી મંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને પ્રભારી સચિવ નલીન ઉપાધ્યાયની વિશેષ ઉપસ્થિતિમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં વેક્સીનેશન સહીત ત્રીજી લહેરની તૈયારીઓની ચર્ચા પણ કરવામાં આવી હતી. જામનગર જીલ્લામાં 6 લાખ 86 હજાર 190 લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ હતો જેની સામે 7 લાખ 811 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવામાં અવ્યો છે.  જયારે 6 લાખ 48 હજાર 457 લોકો સપૂર્ણ વેક્સીનેટેડ થયા છે. એટલે કે 97.13% લોકોએ વેક્સિનના બન્ને ડોઝ લઇ લીધા હતા.

15થી18 વર્ષના તરુણો માટે પણ 3જાન્યુઆરી 2022 થી વેક્સીનેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં જામનગર જીલ્લાના 52579 તરુણોને વેક્સિન આપવાનો ટાર્ગેટ છે. અત્યાર સુધી જામનગર જીલ્લામાં 32000 તરુણોને કોવેક્સીનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. એટલે કે 6દિવસના ગાળામાં જ વેક્સિન લેવા યોગ્ય પૈકી 61% તરુણોએ વેક્સિન લઇ લીધી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular