Tuesday, December 24, 2024
Homeરાજ્યગુજરાતઆગામી ચૂંટણીમાં ભાજપના 100 નવા ચહેરા

આગામી ચૂંટણીમાં ભાજપના 100 નવા ચહેરા

હિંમતનગરના એક કાર્યક્રમમાં પાટિલે કહ્યું, કોઇએ બંધ બેસતી પાઘડી ન પહેરવી

- Advertisement -


આજે સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર ખાતે ભાજપ પ્રમુખ સી.આર પાટીલનો પેજ પ્રમુખ કાર્ડ વિતરણ અને સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં તેમનું સ્વાગત કરાયું હતું અને કાર્યકરો સાથે બાઈકલ રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. ટાઉનહોલ ખાતે પહોંચ્યા બાદ પેજ કમિટીના ક્રાયક્રમમાં સી.આર.પાટીલે એક સભા સંબોધી હતી. જ્યાં તેઓ વિરોધીઓ પાર્ટીઓ પર જોરદાર વરસ્યા હતા.

- Advertisement -

આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ આવનાર છે, ત્યારે 2022ની ચૂંટણી પહેલા સીઆર પાટીલે પક્ષના જ નેતાઓની ટિકોટ વિશે એક નિવેધ્ન આપ્યું હતું. પેજ કમિટીના ક્રાયક્રમમાં સી.આર.પાટીલે નેતાઓને સંકેત આપતા જણાવ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના 100થી વધુ ધારાસભ્યોને પડતાં મુકાશે. કેટલાક રીટાર્યડ થશે અને કેટલાક નવા લેવાના એટલે 100 થાય. પરંતુ તાત્કાલિક પાટીલે પક્ષના કોઈ નેતા કે કાર્યકરોમાં રોષ ન ફેલાય તે રીતે વાત વાળી હતી. તેમણે છેલ્લે એવું પણ જણાવ્યું હતું કે કોઈએ બંધ બેસતી પાઘડી પહેરવી નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં 100 નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવશે. ટિકિટ માટે પહેલા સવે થાય છે અને ટિકિટ હાઈકમાન્ડ નક્કી કરે તેને આપવામાં આવે છે. પરંતુ આ વખતની ચૂંટણીમાં ધારાસભ્યોનું કામ જોવામાં આવશે, તેઓ લોકો સુધી પહોંચવામાં કેટલા સફળ થયા છે, તેમના વિસ્તારમાં કેટલા કામ કર્યા છે તે જોયા બાદ ટિકિટ નક્કી થશે. કોઇપણ પ્રકારની લાગવગશાહો નહો ચાલે. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આડકતરી રીતે ભાજપના નેતાઓને શાનમાં સંકેત આપી દીધા છે. બીજી બાજુ સહકારી ક્ષેત્રે હોદ્દા ધરાવતા નેતાઓને પણ સૂચન કર્યું કે સહકાર વિભાગમાં ભાજપના કાર્યકર્તાઓને નોકરીની પ્રાથમિકતા નહીં આપે તો સહકારમાં મેન્ડેડ આપવામાં નહીં આવે. પછી ધારાસભ્યોને સંબોધતા કહ્યું ક આમાંથી કોઈએ બંધ બેસતી પાગડી પહેરવી નહીં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular