Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લા જેલના 100 કેદીઓને કોરોના સામે સુરક્ષા કવચ અપાયું

જામનગર જિલ્લા જેલના 100 કેદીઓને કોરોના સામે સુરક્ષા કવચ અપાયું

- Advertisement -

કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના અનુસંધાને જામનગર જિલ્લામાં વધી રહેલા કોરોના વાયરસના કહેરને ધ્યાને લઇ જામનગર જિલ્લા જેલના ઇ.ચા.અધિક્ષક પી.એચ.જાડેજા દ્વારા જામનગર મહાનગરપાલીકાના સહયોગથી જામનગર જિલ્લા જેલ ખાતે જેલના બંદિવાનોને કોવિડ-૧૯ પ્રતિરોધક રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં ૮૪ જેલના કાચા આરોપી, ૧૫ પાકા કેદી, તથા પાસા અટકાયતી હેઠળના ૦૧ એમ કુલ મળી ૧૦૦ બંદિવાનોને કોવિડ-૧૯ વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવેલ છે. આ કેમ્પમાં જામનગર મહાનગરપાલીકાના આરોગ્ય વિભાગના મેડીકલ ઓફીસર ડો.ધારાબેન ત્રિવેદી તથા મેડીકલ સ્ટાફ, જામનગર જિલ્લા જેલના ઇ.ચા.અધિક્ષક પી.એચ.જાડેજા, જનરલ સુબેદાર બાબુભાઇ જી.પરમાર, ફિઝીશ્યન ડો.સી.એસ.ડાંગેરા, ડો.મલય આચાર્ય, ડો.સુનિલ પ્રસાદ તથા જેલ સ્ટાફે જરૂરી બેઠક વ્યવસ્થા, સલામતી વ્યવસ્થા કરી જહેમત ઉઠાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular