ગુજરાત રાજ્યના 18માં મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે 12મી ડિસેમ્બર 2022ના રોજ શપથ લીધા હતા. ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલની સીએમ તરીકે આ સતત બીજી ટર્મ છે. રાજ્યમાં ગત ડિસેમ્બરે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતી મેળવીને રેકોર્ડ 156 બેઠક જીતીને ઈતિહાસ રચી દીધો હતો. આ સાથે આજે ભુપેન્દ્ર પટેલ સરકારના 100 દિવસ પૂર્ણ થયા છે. આજે ગાંધીનગર ખાતે ભુપેન્દ્ર પટેલની સરકારના 100ની ઉજવણી કરવામાં આવશે. ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલની નવી સરકારના 100 દિવસ પૂર્ણ થતા તેની ઉજવણી કરવામાં આવશે. આજે સાંજે 4 વાગ્યે નર્મદા હોલ- સ્વર્ણિમ સંકુલ ખાતે સાથ સહકાર અને સેવાના 100 દિવસની ઉજવાશે. સીએમ ભુપેન્દ્ર આજે આ અંગે સંબોધન કરી શકે છે. આ ઉપરાંત સીએમ પટેલ સરકારના 100 દિવસની કામગીરી પર વાત કરશે. સરકારના વ્યાજ ખોરો સામેનું અભિયાન, ડ્રગ્સ રેકેટ ઝડપવાની તેમજ વિવિધ અભિયાન અંગે ચર્ચા કરશે.