Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયદિલ્હીના ડેપ્યુટી સીએમ સામે 100 કરોડનો માનહાનિનો કેસ

દિલ્હીના ડેપ્યુટી સીએમ સામે 100 કરોડનો માનહાનિનો કેસ

આસામના મુખ્યમંત્રીના પત્નીએ શરૂ કરી કાનૂની કાર્યવાહી

- Advertisement -

આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાની પત્ની રિંકી ભુયાન સરમાએ મંગળવારે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા વિરુદ્ધ 100 કરોડ રૂપિયાનો નાગરિક માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આમ આદમી પાર્ટીના નેતા મનિષ સિસોદિયાએ 4 જૂનના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો હતો કે, વર્ષ 2020માં કોરોના મહામારી ફેલાઈ રહી હતી તે સમયે આસામ સરકારના મુખ્યમંત્રીની પત્નીની કંપની અને પુત્રના બિઝનેસ પાર્ટનરને બજાર દરથી ઉપર ઙઙઊ કીટની આપૂર્તિ કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. રિંકી ભુયાન સરમાએ વકીલ પદ્મઘર નાયકે કહ્યું કે, તેઓ ઉમ્મીદ કરી રહ્યા છે કે, બુધવારે આ મામલો લિસ્ટ કરવામાં આવશે અને તેઓ આ મામલે આગળ વધશે. હિમંતા બિસ્વા સરમાએ અગાઉ કહ્યું હતું કે, તેઓ અઅઙ નેતાના આરોપો બાદ સિસોદિયા વિરુદ્ધ કાનૂની કાર્યવાહી શરૂ કરશે. તેમની સ્પષ્ટતામાં આસામના સીએમએ કહ્યું હતું કે, જ્યારે સમગ્ર દેશ 100થી વધુ વર્ષોમાં સૌથી ખરાબ મહામારીનો સામનો કરી રહ્યો હતો.

- Advertisement -

ત્યારે આસામ પાસે ભાગ્યે જ કોઈ પીપીઇ પીપીઇ કીટ હતી. મારી પત્નીએ આગળ આવવાની હિંમત કરી અને લગભગ 1,500 પીપીઇ કીટ મફતમાં દાન કરી. સરકારે જીવ બચાવવાની કિંમત ચૂકવવી પડી. તેણે એક પણ પૈસો લીધો નથી. પીપીઇ કીટની આપૂર્તિમાં અનિયમિતતાના આરોપો પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા સરમાએ કહ્યું કે, પીપીઇ કીટ સરકારને ભેટમાં આપવામાં આવી છે અને તેમની પત્નીની કંપનીએ તેમના માટે કોઈ બિલ નથી ફાડ્યું. સિસોદિયાએ એનએચએમ-આસામ મિશનના નિર્દેશક એસ લક્ષ્મણનના જેસીબી ઈન્ડસ્ટ્રીઝને સંબોધિત એક બિલને ટેગ કરતા એક ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું કે, મુખ્યમંત્રીજી આ રહ્યો તમારી પત્નીનો જેસીબી ઈન્ડસ્ટ્રીઝના નામે 5000 કીટ પ્રતિ કીટ 990 રૂપિયામાં ખરીદવાનો કોન્ટ્રાક્ટ… મને કહો, શું આ પેપર ખોટું છે? એક આપવા માટે ભ્રષ્ટાચાર નથી? આરોગ્ય મંત્રી તરીકે તમારી પત્નીની કંપનીને ટેન્ડર પરચેઝ ઓર્ડર?

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular