જામનગર શહેરના ધરારનગર વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે 10,320 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. લાલપુર ગામમાં જાહેરમાં જૂગાર રમતા ચાર મહિલાઓને રૂા.10,330 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના વૈશાલીનગર શેરી નં.2 માં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આાધારે સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન દિનેશ કાનજી બગડા, અશોક ચના મુછડિયા, બાબુ રામજી પરમાર, રાકેશ પરમાર, કાળુ વાઘેલા અને હુશેન ગઢાર સહિતના છ શખ્સોને રૂા.10,320 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ વધુ કાર્યવહી હાથ ધરી હતી. બીજો દરોડો, લાલપુર ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા સ્થળે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન ચાર મહિલાઓને રૂા.10,330 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.