જામનગર શહેરમાં જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમતા 10 શખ્સોને એલસીબીની ટીમે રેઇડ દરમિયાન રૂા.19900 ની રોકડ રકમ, ઘોડીપાસા, છ બાઈક અને છ મોબાઇલ મળી કુલ રૂા.2,25,400 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના ગુલાબનગર પાસે તીનપતિનો જૂગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે રૂા.3,100 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગરમાં નવાનાગના નજીક જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમાતો હોવાની એલસીબીને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઇ જે.વી. ચૌધરી, પીએસઆઈ આર.એ.કરમટા, એસ.પી. ગોહિલ તથા સ્ટાફના એએસઆઈ માંડણભાઈ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ તથા પોલીસ હેકો નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા તથા પોકો ફીરોજભાઈ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, રાકેશભાઈ ચૌહાણ, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા, દયારામ ત્રિવેદી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન 10 શખ્સોને ઝડપી લીધા હતાં.
એલસીબીએ રેઈડ દરમિયાન ભરત હીરજી નકુમ, સુમિત હરીશ ગંઢા, હિતેશ કિશોર કનખરા, વિશાલ મુકેશ નંદા, ગીરધર નાથા ડાભી, અબ્દુલ રજાક જુમા ગજિયા, પ્રકાશ હીરજી સોનગરા, દિનેશ ભગવાનજી પરમાર, રૂડ હરજી રાઠોડ, રાજેશ જગદીશ ઠાકર નામના 10 શખ્સોને રૂા.19900 ની રોકડ, ઘોડીપાસાના બે નંગ અને રૂા.25500 ની કિંમતના 6 નંગ મોબાઇલ તથા રૂા.1,80,000 ની કિંમતના 6 બાઇક મળી કુલ રૂા.2,25,400 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરમાં ગુલાબનગર વિસ્તારમાં વાંજાવાસ ચોકમાં તીનપતિનો જૂગાર રમતા સાજીદ ફિરોજ બ્લોચ, ઈબ્રાહિમ સિદિક સોઢા, અબ્દુલ હારુન બ્લોચ નામના ત્રણ શખ્સોને સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.3100 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.