જામનગર તાલુકાના દરેડ ગામમાં પોલીસ ચોકીની સામે આવેલા સામેના વિસ્તારમાં તીનપતિનો જૂગાર રમતા ચાર શખ્સોને રૂા.11,630 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. કાલાવડમાં બસ સ્ટેન્ડ સામે જાહેરમાં ચલણી નોટો પર એકીબેકીનો જૂગાર રમતા છ શખ્સોને રૂા.4020 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.
જૂગારદરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર તાલુકાના દરેડ ગામમાં પોલીસચોકીની સામે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા સ્થળે પંચ બી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન મુરાદ ઈસ્માઇલ ખફી, પ્રકાશ કચરા બાલસાસર, અમિત ગોવિંદ કાંજિયા, લખન વીરા ચારોલિયા નામના ચાર શખ્સોને રૂા.11,630 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. બીજો દરોડો, કાલાવડ ગામમાં બસ સ્ટેન્ડની સામેના વિસ્તારમાં જાહેરમાં બે રીક્ષા વચ્ચે ચલણી નોટો પર એકી બેકીનો જૂગાર રમતા અલી કાસમ ઓડીયા, ઈસ્માઇલ ઈબ્રાહિમ કાદરી, સરફરાજ પતાણી, આમીરખાન અસરફખાન પઠાણ, વિજય કારુ સિહોરા, મહોસીન દાઉદ પઠાણ નામના છ શખ્સોને કાલાવડ પોલીસે રૂા.4020 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.