ભાણવડ નગરપાલિકામાં ભાજપના 08 સભ્યોએ બળવો કરી કોંગ્રેસને સમર્થન આપતાં ભાજપ પાસે સંપૂર્ણ બહૂમતી હોવા છતાં સત્તા ગૂમાવી છે. આવે ભાણવડમાં પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં અવિશ્ર્વાસની દરખાસ્તમાં ભાજપના 08 સભ્યોએ ક્રોંગ્રેસના 08 સભ્યોને સમર્થન આપતાં કોંગ્રેસ બહુમતી સાથે સત્તા કબ્જે કરશે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાણવડ નગરપાલિકામાં અવિશ્ર્વાસનો પ્રસ્તાવ માટેની યોજાયેલ સભામાં પક્ષના મેન્ડેટનો અનાદર કરવા બદલ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની સુચનાથી ભાજપાના 08 સભ્યોને પાર્ટીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે.
ભાણવડ નગરપાલિકામાં અવિશ્ર્વાસ પ્રસ્તાવમાં પક્ષના મેન્ડેટનો અનાદર કરવા બદલ મધુબેન કાનજીભાઇ વાધેલા, હર્ષિદાબેન જીગ્નેશભાઇ રાઠોડ, હિનાબેન સુભાષભાઇ કણજારીયા, જિજ્ઞાબેન હિતેશભાઇ જોષી, કિશોરભાઇ નરશી ખાણધર, અલ્તાફ ઇબ્રાહિમ બ્લોચ મંજૂબા ઉમેદસિંહ જાડેજા, સરોજબેન રમેશભાઇ ચાંગેલા મળી કુલ 08 સભ્યોને પક્ષમાંથી બરતરફ કરવામાં આવ્યા છે.